________________
કેટલાક કરતા હોય છે, પણ આ વાક્યપ્રયોગ ગલત છે એ જાણવું. રાત્રી ભોજન ન કરનારને રાત્રી ભોજનનું પાપ શી રીતે લાગી શકે? હા, એના પચ્ચખાણ ન કર્યા હોય તો રાત્રીભોજનની અવિરતિ જે ઉભી છે તગ્નિમિત્તક પાપ જરૂર લાગે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ ચાર કર્મબંધના કારણોમાંથી રાત્રીભોજન ન કરનારને તે કરવાની પ્રવૃત્તિ રૂપ યોગ નથી, એટલે તજન્ય પાપ નથી લાગતું. પણ પચ્ચકખાણ કર્યું ન હોવાથી અવિરતિ છે. માટે અવિરતિજન્ય પાપ લાગે છે અર્થાત્ રાત્રી ભોજનનું નહીં, પણ રાત્રીભોજનની અવિરતિનું (કરણની અપેક્ષાનું) પાપ લાગે છે.
અવિરતસમ્યત્વી અને ઉપરના જીવોને પાપપક્ષપાત ન હોવાથી દુનિયાના અનંત બહુભાગ પાપની વિરતિ તો હોય જ છે. ૧૪ નિયમ અંગે જે ઉપરોક્ત વાત કહેવાય છે તે અપુનર્બક જીવો અને અત્યંત મંદસમન્વી જીવો માટે જાણવી. આ જીવોને વિરતિ ન હોવાથી અવિરતિજન્ય પાપ લાગે જ છે. એટલે એનાથી બચવા તથા પાપ અકરણની રૂચિ પ્રગટે અભ્યાસ પડે, એ માટે ૧૪ નિયમ ધારવાના હોય છે. બાહ્ય દષ્ટિએ શ્રાવકપણું પાળનારા પણ બધા જ કાંઈ પાંચમું ગુણઠાણું પામી ગયા હોતા નથી. પરિણામની દષ્ટિએ તેઓ હજુ અપુનબંધક જ હોય એ પણ શક્ય છે. એવા જીવોને ૧૪ નિયમ ધારવા પાછળ આ બધા જ પ્રયોજનો છે. જેઓ નિર્મળ સમ્યત્વ કે એથી ઉપર પાંચમું ગુણઠાણું પણ પામી ગયા છે એમને દુનિયામાં થતા પાપોની અવિરતિના કારણે લાગતા પાપોથી બચવાનું પ્રયોજન ૧૪ નિયમ ધારવા પાછળ નથી. પણ જેમ, સર્વવિરતને અવિરતિના પાપોથી બચવાનું પ્રયોજન હોતું નથી. કારણ કે અવિરતિ જ નથી) ને તેમ છતાં વૃત્તિ સંક્ષેપ વગેરે તપ માટે વિવિધ અભિગ્રહો હોય છે એમ આ જીવોને પણ આવા તપના લાભ માટે ૧૪ નિયમ વગેરેના અભિગ્રહો જાણવા.
હવે આ કષાયોના સંયોપશમ અંગે કંઈક વિચારી લઈએ -
અસત્કલ્પનાથી ધારોકે કર્મદલિકોમાં ૧ પાવર (માત્રા)થી ૧ લાખ પાવર સુધીનો રસ સંભવે છે. એમાંથી ૧ થી ૧૦૦૦૦ સુધીનો રસ ૧ઠાણિયો. ૧૧૨
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org