________________
શીલનો એક બહુ જ નાનો જે દેશ (અનંતમો ભાગ) એનો જ વિરાધક (બાકીના બહુ મોટા ભાગના શીલનો પણ આરાધકો કહ્યો છે.
શંકા : અર્થપત્તિથી આનો અર્થ તો એવો થયો કે અવિરત સમ્યત્વી અનંતબહુભાગ વિરતિ વાળો, ને સર્વવિરતિધર સર્વવિરતિવાળો-એટલે કે અવિરતસમ્યત્વીને જે અનંતમો ભાગ ખૂટે છે એટલો જ એનાથી અધિક.. આ શું બરાબર છે?
સમાધાનઃ હા, બિલકુલ બરાબર છે. મિથ્યાત્વીની અપેક્ષાએ વિચારીએ ત્યારે એ બેમાં બહુ તફાવત નથી જ. એટલે જ તો હમણાં કહી ગયો એમ શ્રી ભગવતીસૂત્રમાં વિરતિધરને સર્વારાધક કહ્યો છે, તો અવિરત સમ્યવીને દેશવિરાધક=એક દેશનો જ વિરાધક, બાકીના બહુ દેશોનો આરાધક કહ્યો છે. હા, મિથ્યાત્વીને બાજુ પર રાખીને માત્ર અવિરતસમ્યવીનો અને વિરતિધરનો પરસ્પર વિચાર કરવામાં આવે ત્યારે વિરતિધર સેંકડો ગણો વધારે સાધક જણાયા વિના રહેતો નથી. આ વાત દષ્ટાન્તથી સમજીએ. ભગવતીસૂત્રનાં ક્રમ પ્રમાણે - ગાઢ મિથ્યાત્વી જીવની (પછી ભલે એ બાહ્યદષ્ટિએ નિરતિચાર સંયમ પાળનારો અભવ્ય પણ હોય) સાધનાના શૂન્ય ગુણ છે. આ સર્વવિરાધક છે. મંદ મિથ્યાત્વી જીવ કે જેને કોઈ કદાગ્રહ હોતો નથી, માધ્ય હોય છે, તે સ્વગૃહીત વ્રત નિયમોનું પાલન કરનારો હોય તો શીલ છે, શ્રત નથી. એ દેશઆરાધક છે, એનાં ૧૦૦૦ ગુણ છે. અવિરત સમ્યક્તી જીવ કે જેને વ્રત નિયમ ન હોવાથી શીલ નથી, પણ શ્રત છે, તેનાં ૧,0,0,0,00 (એક અબજ) ગુણ છે, એ દેશવિરાધક છે. વિરતિધર સર્વઆરાધક છે એનાં ૧,૦૦,૦૦,૦૧,0 (એક અબજ ને એક હજાર) ગુણ છે. આમાં વિચારીએ તો જણાય છે કે ગાઢ મિથ્યાત્વીની અપેક્ષાએ એક, એક અબજ જેટલો વધારે છે, અન્ય એક અબજ એક હજાર જેટલો વધારે છે, માટે બહુ ફેર નથી. પણ સમત્વના કારણે જે એક અબજ માર્ક છે એ કાઢી નાખીએ તો એક શૂન્ય પર છે ને બીજો એક હજાર પર છે, માટે ઘણો જ ઊંચો છે, એ સ્પષ્ટ જણાય છે.
શંકા હજુ એક પ્રશ્ન રહે છે, અવિરત સમ્યકત્વને અનંતાનુબંધીના ૧૧૦
શાક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org