________________
છોડી શકતો નથી.. જેને અનંતાનુબંધીનો વિપાકોદય નથી, પણ ક્ષયોપશમ છે એવા જીવને કરણ રૂપે માત્ર પોતે જે આરંભ-સમારંભાદિ કરતો હોય એટલા પાપ, કરાવણ રૂપે પોતાના આશ્રિત વગેરે પાસે જે કરાવે તે પાપ, તેમજ અનુમોદન રૂપે પણ વધુમાં વધુ આ કરણ-કરાવણનાં જે પાપ હોય તેનું જ અનુમોદન (સંમતિ) હોય છે, અન્યનાં પાપની નહીં, કારણ કે પાપનો પક્ષપાત નથી. (સમ્યક્ત્વ જેમ જેમ નિર્મળ થતું જાય તેમ તેમ આ અનુમોદન પણ ઘટતું આવે છે). અનંતાનુબંધીના ઉદયવાળા જીવનેમિથ્યાત્વીને પાપનો પક્ષપાત હોવાથી વિશ્વમાં અનંતાનંત સંસારી જીવોથી થતાં પાપોમાં સંમતિ (અનુમતિ-અનુમોદના) હોય છે. પોતાનું કરણ-કરાવણઅનુમોદનરૂપ પાપ અનંતમા ભાગે હોય છે ને આ વિશ્વના બધા જીવોના પાપોની અનુમોદનારૂપ પાપ એના કરતાં અનંતગણું.. અનંતબહુભાગ હોય છે. એ સ્પષ્ટ રીતે સમજાય એવું છે. અનંતાનુબંધી કષાયનો ઉદય, જીવને અનુમોદનારૂપ આ અનંત બહુભાગ પાપકરણથી અટકવા દેતો નથી, ને તેથી એ પાપના અકરણરૂપ ચારિત્રને પ્રગટવા દેતો નથી, અર્થાત્ હણી નાખે છે. માટે એ ચારિત્રનો ઘાતક હોવાથી ચારિત્ર મોહનીય છે..(અનંતાનુબંધીનો ઉદય જેમ જેમ મંદ થતો જાય તેમ આ અનંતબહુભાગ પાપસ્વરૂપ અનુમોદના ઘટતી આવે છે, એ જાણવું.)
શંકા : અવિરતસમ્યક્ત્વી જીવને પણ અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ હોય છે ને તેથી એ પણ અનુમોદનારૂપ અનંતબહુભાગ પાપથી વિરામ પામ્યો હોય છે, એવું માનવું પડશે. તો શું એને પણ પાપોની વિરતિ હોય છે ?
સમાધાન ઃ હા, હોય છે. મિથ્યાત્વી જીવને સ્વકૃત પાપનું કરણઅનુમોદન, આશ્રિતાદિનાં પાપનું કરાવણ-અનુમોદન અને તદન્ય સર્વ જીવોનાં પાપનું અનુમોદન.. આ બધા પાપકરણની અવિરતિ જે હોય છે, એમાંથી અવિરત સમ્યકત્વી જીવને અનંતબહુભાગ પાપની પરિણામજન્ય વિરતિ હોય જ છે. ને તેથી જ શ્રી ભગવતી સૂત્રમાં શ્રુત-શીલને આશ્રીને જીવોના જે ચાર વિભાગ દર્શાવ્યા છે એમાં અવિરત સમ્યક્ત્વીને દેશશિવરાધક કહ્યા છે, અર્થાત્ અનંતા, ચારિત્રમોમાં કેમ?
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org