________________
મિથ્યાત્વ મોહનીયકર્મ રૂપ વાદળની અસર છે.. ને તેથી ‘આ ઘડો છે” વગેરે રૂપે ઘટવાદિની એની શ્રદ્ધા પણ પારમાર્થિક ન હોવાથી વિકૃત હોય છે. આવી કંઈક શ્રદ્ધા તો હંમેશા અનાવાર્ય હોય છે જ.
13) આઘ બાર કષાયોની સર્વદ્યાતિતા : અનંતા ૪ સભ્યત્વને, અપ્રત્યા. ૪ દેશવિરતિને અને પ્રત્યા ૪ સર્વવિરતિને સંપૂર્ણતયા હણે છે. માટે આ બારે સર્વઘાતી છે.
શંકા : અનંતા. ૪ તો ચારિત્રમોહનીય છે, તો એને સમત્વગુણના ઘાતક કેમ કહો છો ?
સમાધાન : અનંતાનુબંધી ચારનો સંક્રમ અપ્રત્યાખ્યાનાવરણીય વગેરે અન્ય ચારિત્ર મોહનીય સાથે પરસ્પર છે, પણ મિથ્યાત્વ મોહનીય વગેરે દર્શન મોહનીય સાથે નથી, માટે એ છે તો ચારિત્ર મોહનીય જ. તેમ છતાં એ પરંપરાએ સમ્યકત્વ ઘાતક પણ છે. કોઈપણ કષાયનો તીવ્ર ઉદય અનંતાનુબંધીની સહાયતા વિના શક્ય નથી. વળી બીજે ગુણઠાણેથી લઈને ચારિત્ર મોહનીયનો ઉદય મધ્યમ દ્રિસ્થાનિક રસથી વધુ હોતો નથી. એટલે કષાયની તીવ્રતા માટે જીવે મિથ્યાત્વે આવવું જ પડે છે. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિમાં અનંતાનુબંધી કોધાદિનો ઉદય ભળવાથી જીવ મિથ્યાત્વે ગયા વિના રહેતો નથી, ને તેથી સમ્યકત્વનો ઘાત થયા વિના રહેતો નથી. આમ અનંતાનુબંધી કષાયો પરંપરાએ સમ્યત્વના ઘાતક છે. એટલે જ એને દર્શનસમકમાં પણ ગણવામાં આવે છે. વળી અનંતાનુબંધીનાં ક્ષય બાદ જ દર્શન મોહનીયનો ક્ષય થાય છે. માટે પણ એને દર્શનસપ્તકમાં ગણ્યા છે.
શંકા : અનંતાનુબંધીને દર્શનસપ્તકમાં કેમ ગણવામાં આવે છે એ તો સમજાયું. પણ એને ચારિત્ર મોહનીયમાં કેમ ગણ્યા છે? એ કયા ચારિત્રનો ઘાત કરે છે ?
સમાધાન : ચારિત્ર એ પાપ અકરણ રૂપ છે. માટે પાપકરણ એ ચારિત્રનો પ્રતિપક્ષ છે. વળી પાપકરણ મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન રૂપ હોય છે. અનંતાનુબંધીના ઉદયવાળો જીવ પાપનાં પક્ષપાતને ૧૦૮
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org