________________
સર્વધાતી છે. તેમ છતાં આવરણની અસરવાળો અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ એનાથી આવરાયેલો હોતો નથી. એને આવરવાનું કામ મતિજ્ઞાનાવરણીય વગેરે ચાર કર્મોનું છે. આ ચારમાંથી અવધિજ્ઞાનાવરણીય અને મન:પર્યવજ્ઞાનાવરણીયનો જે જીવને સર્વઘાતી ઉદય હોય છે એમને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન નામ ધરાવનાર અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ પણ સંપૂર્ણતયા આવૃત હોય છે, જેમણે એનાં સર્વઘાતી સ્પર્ધકોના ઉદયને કંઈકપણ રોક્યો હોય છે એમને આ જ્ઞાનપ્રકાશ ક્ષયોપશમાનુસાર ઓછો વત્તો અનાવૃત હોય છે. મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મોનો નિગોદ સુધીનાં દરેક જીવોને કંઈક પણ ક્ષયોપશમ હોય જ છે, સર્વાશે સર્વઘાતી ઉદય હોતો નથી.. માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન નામ ધરાવનાર અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ ક્યારેય પણ કોઈપણ સંસારી જીવને સંપૂર્ણતયા આવરાતો નથી. છેવટે અક્ષરના અનંતમા ભાગ જેટલો તો આ અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ ઉઘાડો રહે જ છે. જે જીવને અજીવ બનવા દેતો નથી. અલબત્ આ અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ છે. તેમ છતાં, અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ પણ મૂળ તો મૌલિક એવા કેવલજ્ઞાનના પ્રભાવે જ છે, માટે એ કેવલજ્ઞાનનો પણ અનંતમો ભાગ નિત્ય ઉદ્ઘાટિત હોય છે એમ કહેવાય છે. એટલે એમ માનવું યોગ્ય છે કે કેવલજ્ઞાનાવરણ, મૌલિકજ્ઞાનને ભલે સવથા આવરી લે.. પણ એ સર્વથા અજ્ઞાનરૂપે પરિણમતું નથી. એવો જીવસ્વભાવ જ છે કે ગમે એટલું પ્રબળ જ્ઞાનાવરણ હોય, પણ સર્વથા અજ્ઞાન પરિણામ થવા દે નહીં.
12) મિથ્યાત્વ મોહનીયની સર્વઘાતિતા અંગે પણ વાદળનું દષ્ટાન્ત કેવલજ્ઞાનાવરણની જેમ જ જાણવું. એનો ઉદય એક પણ પદાર્થની વાસ્તવિક શ્રદ્ધા થવા દેવો નથી.. અર્થાત્ નિત્યાનિત્યત્વ, સામાન્ય વિશેષાત્મકત્વ, એકાનેકત્વ વગેરે અનંતધર્માત્મક રૂપે એક પણ વસ્તુની શ્રદ્ધા થવા દેતો નથી.. માટે એ સર્વઘાતી છે. સામા પદાર્થમાં (માટલા અંગે) ઘટવ-અનિત્યત્વ વગેરેની જે શ્રદ્ધા મિથ્યાત્વીને હોય છે તે નિત્યત્વ કે નિત્યાનિત્યત્વ વગેરે અનંત ધર્મોના અપલોપથી યુક્ત હોવાથી અયથાર્થ હોય છે. આ અપલાપ એ કેવલ ની સર્વથાતિના
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org