________________
ત્રીજે ગુણઠાણે તો આવવાનું થતું જ ન હોવાથી આ બે ગુણઠાણે જિનનામકર્મની સત્તા મળતી નથી. ચોથા વગેરે ગુણઠાણે બધાને જ કાંઈ જિનનામ હોતું નથી માટે, વિકલ્પ સત્તા જાણવી.
11) કેવલજ્ઞાનાવરણાદિની સર્વઘાતિતા આ રીતે જાણવી.
ગાઢવાદળ છવાવા પર પણ સૂર્ય-ચન્દ્રની કંઈક પ્રભા તો વિલસતી જ હોય છે ને તેથી જ દિવસ-રાતનો ભેદ પરખી શકાય છે, છતાં સૂર્યનો બધો પ્રકાશ આનાથી ઢંકાઈ ગયો” એવો વ્યવહાર થાય છે, એમ પ્રસ્તુતમાં કેવલજ્ઞાનાવરણનો ઉદય હોવા છતાં કંઈક જ્ઞાનપ્રકાશ (અનંતમા ભાગ જેટલો) તો અનાવૃત રહે જ છે, અન્યથા જીવ અજીવ બની જાય, અને છતાં અનંતબહુભાગ પ્રકાશ આવરાઈ ગયો હોવાથી સર્વ પ્રકાશ આવરાઈ ગયો” એવો વ્યવહાર થઈ શકે છે, અને તેથી સર્વને આવનાર હોવાથી કેવલજ્ઞાનાવરણ સર્વઘાતી કહેવાય છે. જે અનંતમો ભાગ અનાવૃત રહે છે તે મતિજ્ઞાનાવરણાદિ કર્મોથી આવાર્ય હોય છે. કેવલદર્શનાવરણાદિ અંગે પણ આ રીતે જાણવું.
નિદ્રા દરમ્યાન સ્વપ્નાદિ જે આવે છે તે અંગે પણ વાદળનું દષ્ટાન્ત જ જાણવું.
કેવલજ્ઞાનાવરણ વગેરેની સર્વઘાતિતા આ રીતે પણ વિચારી શકાય. વાદળ છિદ્રાળુ હોય કે અવ્યાપક હોય તો તે છિદ્રમાંથી સૂર્યનાં બે-પાંચ કિરણો જેટલો પણ મૌલિક પ્રકાશ અનાવૃત રહે. પણ જ્યારે વાદળ ગાઢ હોય અને વ્યાપક હોય ત્યારે સૂર્યનું એક પણ કિરણ પૃથ્વી પર પ્રસરતું નથી. છતાં પૃથ્વી પર રાત્રી જેવો અંધકાર ન જણાતાં પ્રકાશ જે જણાય છે તે વાદળની અસર થવાથી વિકૃત થયેલો પ્રકાશ હોય છે. સૂર્યનો મૌલિક પ્રકાશ હોતો નથી. એમ કેવલજ્ઞાનાવરણ કર્મ સર્વઘાતી છે એટલે કે એટલા ગાઢ અને વ્યાપક વાદળ જેવું છે જેના કારણે આત્માનાં સ્વભાવ ભૂત-મૌલિક જ્ઞાન-જે કેવલજ્ઞાન છે - તેને સર્વથા આવરી લે છે. એનું એકાદ કિરણ પણ અનાવૃત રહેતું નથી. અને તેથી એકાદ પદાર્થને પણ એના સર્વપર્યાયોથી જાણી શકાતો નથી. આમ મૌલિક જ્ઞાનપ્રકાશ સંપૂર્ણતયા આવરાઈ જતો હોવાથી કેવલજ્ઞાનાવરણ ૧૦૭
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org