________________
આવતો, સમ્યત્વ ટકી રહે છે ને તેથી એ જીવ સમત્વ સાથે જ નરકમાં જાય છે. અર્થાત્ ક્ષાયોપથમિક સમ્યકત્વી જીવ જ નરકગમન વખતે મિથ્યાત્વે આવે છે. બદ્ધનરકાયુ આવો જીવ છેઠે સાતમે ગુણઠાણે જાય અને આહારક સપ્તકને બાંધે - સત્તા ઊભી કરે એવું સંભવતું નથી. માટે પ્રથમ ગુણઠાણે જિનનામ + આહારક સતકની ભેગી સત્તા મળી શકતી નથી.
એક મતે તો, જેમ, બદ્ધદેવાયુ જીવ ક્ષપકશ્રેણી માંડી શકતો નથી. બદ્ધમનુષાયુ જીવ ઉપશમશ્રેણી પણ માંડી શકતો નથી, એમ બદ્ધતિર્યંચાયુ જીવ સર્વવિરતિ પણ પામી શકતો નથી, અને બઇનરકાયુ જીવ દેશવિરતિ પણ પામી શકતો નથી.
એટલે બદ્ધનરકાયું જીવને તથા બદ્ધતિર્યંચાયુજીવને આહારક સપ્તકનો બંધ સંભવતો નથી.
પ્રસ્તુતમાં પ્રથમ ગુણઠાણે આહા. ૭ + જિનનામનો નિષેધ કર્યો છે. એનાથી તો આ પણ જણાય છે કે “પહેલાં છઠે સાતમે આહારક બાંધે, પછી પહેલે ગુણઠાણે આવી નરકા, બાંધે, અને આહારક સપ્તક ઉવેલાઈ જાય એ પૂર્વે જ (Pla કાળ કરતાં પહેલાં જ) પાછો સમ્યકત્વ પામી જિનનામ નિકાચિત કરે અને નરકગમન વખતે પાછો મિથ્યાત્વે આવે..” આવું પણ સંભવતું નથી.
10) જિનનામ: આની સત્તા ૧લે ગુણઠાણે ઉપર જણાવ્યા મુજબ માત્ર અંતર્મુહૂર્ત કાળ માટે હોય છે ને બીજે-ત્રીજે તો ક્યારેય હોતી જ નથી. આમાં કારણ એ છે કે જિનનામકર્મ એ અત્યંત વિરલ કક્ષાનું સર્વોચ્ચ પુણ્ય કર્મ છે. સમ્યકત્વ જળવાઈ રહે એવી જઘન્યવિશુદ્ધિને પણ જે સામાન્યથી જાળવી શકે એમ ન હોય ને નીચે ઉતારી નાખનાર અશુદ્ધિનો ભોગ બન્યા કરતો હોય એવો જીવ આવું શ્રેષ્ઠ પુણ્ય બાંધી શકતો નથી. માત્ર ઉપર જણાવ્યા મુજબ એકવાર નરકગમનાવસરે મિથ્યાત્વે જાય એટલી છૂટ.. એ સિવાય જિનનામબંધક જીવો સમત્વને સતત જાળવી જ રાખે છે, માટે બીજેઆહાજિનની સત્તા
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org