________________
પ્રમત્ત ગુણઠાણે એ બંધાતી નથી. પણ સત્તા જળવાઈ રહે છે. પણ જીવ જો સંયમપરિણામ જાળવવામાં નિષ્ફળ જાય અને તેથી છઠ્ઠા ગુણઠાણાથી પણ નીચે ઉતરે તો અન્તર્યુ બાદ આહારકસપ્તકને ઉવેલવાનું ચાલુ થઈ જાય છે અને Pla જેટલા કાળમાં સાતે પ્રકૃતિઓ એકીસાથે ઉવેલાઈ જાય છે. જીવ છથી પડીને કદાચ પાંચમે આવે તો પણ ત્યાં દેશોન પૂર્વકોડથી વધારે કાળ અવસ્થાન ન હોવાથી ઉવેલનાનો Pla કાળ પૂરો કરવા એણે અવિરતે આવવું જ પડે છે ને ત્યાં ઉવેલનાની પ્રક્રિયા પૂર્ણ થાય છે. માટે આહારક સપ્તકની ઉવેલના અવિરતિ નિમિત્તક કહેવાય છે.
પહેલે ગુણઠાણે જિનનામ - આહારક સમકની ભેગી સત્તા મળતી નથી, બન્નેની સ્વતંત્ર સત્તા મળી શકે છે. કર્મસાહિત્યમાં જિનનામ કર્મની બંધ-ઉદય-સત્તા-ઉદીરણા વગેરે જે કાંઈ વાત હોય તે પૂર્વના ત્રીજા ભવથી નિકાચિત થયેલ અને છેલ્લા ત્રણ ભવોમાં અવસ્થાન ધરાવનાર જિનનામકર્મની જ વાત જાણવી. અનિકાચિત એવા જિનનામ કર્મની નહીં. મિથ્યાત્વ અવસ્થામાં નરકાયુ બાંધ્યા પછી સમજ્યપામી જિનનામ કર્મ નિકાચિત કરનાર જીવે જો ક્ષાયિક સમત્વ પ્રાપ્ત કર્યું ન હોય તો ભવના ચરમઅન્તર્મુહૂર્ત નરકમાં જતી વખતે સમ્યક્તવમીને અવશ્ય મિથ્યાત્વે આવવું પડે છે. એ પછી નરકમાં પર્યાપ્ત થયા બાદ એ જીવ પાછો સમ્યત્વે આવી જાય છે. એટલે પૂર્વભવનું ચરમ અંતર્મુહૂર્ત તથા નરકભવનું આ પ્રથમ અંતર્મુહૂર્ત. આ બન્ને કાળના સરવાળા રૂપ જે અન્તર્મુહૂર્ત કાળ છે, માત્ર એટલો કાળ જ જિનનામકર્મની નિકાચિત સત્તાવાળો જીવ પ્રથમ ગુણઠાણે રહે છે. નરકમાં જતા જીવને નરક પ્રાયોગ્ય અશુભલેશ્યા તેડવા આવે છે. આવી અશુભલેશ્યા સ્વરૂપ અશુભ પરિણામની સાથે સમત્વ ટકી શકતું નથી. મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય છે તથા જીવ મિથ્યાત્વરૂપે પરિણમે છે. પણ ક્ષાયિક સામ્યત્વ પામી ગયેલા જીવને મિથ્યાત્વપરિણામની યોગ્યતા જ આત્મામાંથી નિર્મૂળ થઈ ગઈ હોવાથી તથા મિથ્યાત્વમોહનીયકર્મ સત્તામાં જ ન હોવાથી વેશ્યા એવી અશુભ થવા છતાં નથી મિથ્યાત્વમોહનીયનો ઉદય થતો કે નથી મિથ્યાત્વ પરિણામ ૧૦૪
શતક ગ્રન્થ પર ટીપ્પણી
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org