________________
ક્ષાયિકસમ્યકત્વ પામવા માટે ઉદ્યત થયો હોય છે ત્યારે પૂર્વે અનંતા. ૪ ની યોગ્યતા પણ નિર્મૂળ કરે જ છે, માટે એ પ્રક્રિયાને જરૂર પણ કહી શકાય છે. આવા જીવને ફરીથી ક્યારેય પણ અનંતાનુબંધી ક્રોધાદિ પરિણામ થતો ન હોવાથી અનંતાનુબંધી ક્રોધ મોહનીય વગેરે કર્મોનો બંધ-ઉદય કે સત્તા સંભવતા નથી. પણ, આ સિવાય પણ ચારે ગતિના જીવો અનંતા કર્મોને શુભ અધ્યવસાયો-સપુરુષાર્થ દ્વારા જે ક્ષીણ કરે છે, એ પ્રક્રિયામાં આત્મામાંથી અનંતાનુબંધી ક્રોધ વગેરે પરિણામોની યોગ્યતા નષ્ટ થતી નથી, અને તેથી એ જીવ કાળાન્તરે મિથ્યાત્વે જઈને પુનઃ અનંતાનુબંધી ક્રોધાદિ પરિણામ રૂપે પરિણમી શકે છે, તેમજ અનંતાનુબંધી ક્રોધમોહનીય કર્મ વગેરેનો બંધ-ઉદયસત્તા બધું જ પામી શકે છે. માટે એ પ્રક્રિયાને ‘ક્ષપણા” કહી શકાતી નથી, અને તેથી એને ‘વિસંયોજના” કહેવાય છે.
શંકા જો એ પ્રક્રિયામાં યોગ્યતા દૂર થતી નથી તો એને પણ ઉવેલના જ કહો ને ?
સમાધાન : આહારક સપ્તક વગેરેની ઉવેલનામાં જીવનો કોઈ યથાપ્રવૃત્તકરણાદિસ્વરૂપ સપ્રયત્ન હોતો નથી, માત્ર અવિરતિ વગેરે અવસ્થાવશાત્ ઉવેલનાની પ્રક્રિયા થતી હોય છે, તથા એમાં Pla કાળ લાગે છે, અને તગ્નિમિત્તક કોઈ ગુણશ્રેણી પણ થતી નથી. જ્યારે અનંતાનુબંધીની વિસંયોજનામાં કરણાત્મક સત્ક્રયત્ન હોય છે, માત્ર અંતર્મુહૂર્તકાળમાં જ થઈ જાય છે, અને તગ્નિમિત્તક ગુણશ્રેણિ પણ રચાય છે, માટે આ બન્ને પ્રક્રિયાઓ અલગ છે અને તેથી અનંતાનુબંધીની વિસંયોજના કહેવાય છે, ને આહારકસમક વગેરેની ઉવેલના કહેવાય છે.
અલબ અનંતાનુબંધી વિસંયોજનામાં પણ ઉદ્દેલના સંક્રમ હોય જ છે, પણ એની સાથે ગુણસંક્રમ પણ ચાલુ હોય છે. એટલે જેમ ક્ષેપક શ્રેણીમાં સંજ્વલન ક્રોધાદિનો ઉદ્દેલના સંક્રમ થતો હોવા છતાં આખી પ્રક્રિયા ‘ક્ષપણા જ કહેવાય છે. એમ આ આખી પ્રક્રિયા વિસંયોજના” જ કહેવાય છે, એ જાણવું.
9) આહારક ૭ : આ સાત પ્રકૃતિઓ અપ્રમત્તગુણઠાણે બંધાય છે. 'વિસંયોજના” નામ કેમ?
૧૦૩
o
o
o
o
o
o
o
o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org