________________
આવા જીવને ત્રીજે અનંતાનુ ૪ ની સત્તા હોતી નથી, પણ તદન્યને હોય છે. માટે ત્રીજે વિકલ્પે સત્તા જાણવી.
૪ થી ૭ મા ગુણઠાણે અનંતા, વિસંયોજકને સત્તા ન હોય. તદન્યને હોય, માટે વિકલ્પ.
૮ થી ૧૧ મા ગુણઠાણે બે મત જાણવા. અનંતા ની વિસંયોજના કરીને જ ઉપશમ શ્રેણી માંડી શકાય એ વિના નહીં, એવું માનનારના મતે સત્તા ન જ હોય. અનંતાની ઉપશમના કરીને પણ શ્રેણિ માંડી શકાય એવું માનનારના મતે વિકલ્પે સત્તા જાણવી.
૧૨મા વગેરે ગુણઠાણે તો સત્તા હોય જ નહીં.
શંકા : દર્શનત્રિક વગેરેનો ક્ષય કરવાની પ્રક્રિયાને ‘ક્ષપણા’ કહેવાય છે, તો અનંતા. ૪ ના સત્તાગત સર્વ દલિકોનો ક્ષય કરવાની પ્રક્રિયાને ‘વિસંયોજના’ કેમ કહેવાય છે?
સમાધાન : ‘ક્ષપણા’ શબ્દનો અર્થ ‘સત્તાગત કર્મદલિકોનો સંપૂર્ણ ક્ષય' એટલો છીછરો નથી. કર્મદલિકો તો આહારક સપ્તક વગેરેની ઉવેલનામાં પણ નિર્મૂળ થાય છે ને છતાં એ ‘ક્ષપણા’ નથી જ કહેવાતી. અચરમશરીરી મનુષ્યને પરભવાયુના બંધ પૂર્વે શેષ ૩ આયુનું એક પણ દલિક સત્તામાં નથી હોતું. તેમ છતાં એની સંભવસત્તાનો ક્ષય નથી કહેવાતો. અને ચરમશરીરી જીવ ક્ષેપકશ્રેણિ માંડતી વખતે છેલ્લીવાર સાતમે ગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે ત્યારે જ એની સંભવસત્તાનો ક્ષય કહેવાય છે. આનો અર્થ આવો વિચારી શકાય છે કે જીવમાં અનાદિકાળથી ચારે આયુની સત્તાની જે યોગ્યતા હતી તેમાંથી મનુ,આયુ વિના ત્રણ આયુની સત્તાની યોગ્યતાનો જીવ વિચ્છેદ કરે છે. આ જ ત્રણ આયુની ક્ષપણા = સંભવસત્તાનો ક્ષય છે. એમ પ્રસ્તુતમાં, અનાદિકાળથી જીવમાં મિથ્યાત્વ વગેરે પરિણામરૂપે પરિણમવાની જે યોગ્યતા હતી એ યોગ્યતાનો નિર્મૂળ નાશ કરવો એ ક્ષપણા છે. આ ક્ષપણાની સાથે યોગાનુયોગ સત્તાગત સર્વ દલિકો પણ ક્ષીણ થઈ જાય છે, માટે સત્તાગતદલિકોનું ક્ષીણ થવું એ તો ક્ષપણાનું આનુષંગિકફળ છે એ જાણવું. જીવ જ્યારે
૧૦૨
Jain Education International
શતક ગ્રન્થ પર ટીપ્પણો
......
For Private & Personal Use Only
www.jainelibrary.org