________________
છે અને એ જ જીવ પડીને બીજે આવી શકે છે. માટે બીજે ગુણઠાણે પણ દર્શનત્રિકની અવશ્ય સત્તા હોય છે. એટલે સમ્ય૰મોની પણ અવશ્ય સત્તા હોય જ. (તથા બીજે અનંતા. ૪ અવશ્ય બંધાતા હોવાથી એની પણ સત્તા હોય જ છે. તેથી બીજે ગુણઠાણે મોહનીયની બધી=૨૮ની સત્તા જ હોય એ જાણવું.)
૧લે ગુણઠાણે પૂર્વે જોઈ ગયા એ મુજબ અનાદિમિથ્યાત્વીને તથા સમ્યક્ત્વ પતિતને P/a કાળ બાદ સમ્ય. મો ની સત્તા હોતી નથી, માટે ૧લે ગુણઠાણે એની સત્તા વિકલ્પે કહી છે.
૧ લે ગુણઠાણે સમ્યક્ત્વ મોને ઉવેલ્યા બાદ મિશ્રનો ઉદય થવાથી જે ત્રીજે જાય છે એને સત્તા ન હોવાથી ત્રીજે ગુણઠાણે સમ્યકત્વ મોની સત્તા વિકલ્પે જણાવી છે.
૪ થી ૧૧ ગુણઠાણે ક્ષાયિકસમ્યક્ત્વીને સમ્યક્ત્વ મોની સત્તા હોતી નથી, તદન્યને હોય છે, માટે વિકલ્પે હોય છે.
બારમા વગેરે ગુણઠાણે જીવ ક્ષીણમોહી હોવાથી સમ્યક્ત્વની સત્તા હોતી નથી.
7) મિશ્રમોહનીય : બીજે ગુણઠાણે મોહનીયની ૨૮ ની જ સત્તા હોય એ ઉપર જોઈ ગયા. માટે મિશ્રની પણ અવશ્ય સત્તા હોય જ. વળી મિશ્રના ઉદય વગર તો ત્રીજે જવાય નહીં, માટે ત્રીજે પણ મિશ્રની અવશ્ય સત્તા હોય છે.
અનાદિ મિથ્યાત્વીને તથા Pla કાળથી અધિક સમ્યક્ત્વપતિતને મિશ્રની સત્તા હોતી નથી, તદન્યને હોય છે, માટે ૧લે ગુણઠાણે વિકલ્પે સત્તા કહી છે. ૪ થી ૧૧ - ક્ષાયિકસમ્યક્ત્વીને ન હોય, તદન્યને હોય, તેથી વિકલ્પ. ૧૨ થી તો હોય જ નહીં.
8) અનંતા ૪ : ૧લે બીજે અવશ્ય બંધાતા હોવાથી સત્તા પણ અવશ્ય હોય જ. સમ્યક્ત્વીજીવે અનંતાનુબંધી ચારની વિસંયોજના કરી, પણ દર્શનત્રિકની ક્ષપણા ન કરી.. અને પછી મિશ્રનો ઉદય થવાથી ત્રીજે ગયો. ગુણઠાણે સત્તા
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org