________________
સાહિત્યમાં ક્યાંય મળતી નથી. વાસ્તવિકતા તો એ જ છે કે ૨૭ની સત્તા થયા પૂર્વે કે પછી.. બન્ને અવસ્થામાં મિશ્રનો ઉદય શક્ય હોવાથી ત્રીજે ૨૮ને ૨૭ એ બન્નેની પણ સત્તા મળે જ છે. (કષાયપ્રાભૂત તો ત્રીજે માત્ર ૨૮ ની જ સત્તા માને છે, એ જાણવું.)
ઉપસંહાર: આમ સમ્યત્વ મો. અને મિશ્ર મોની અનાદિ મિથ્યાત્વીને સર્વદા તથા સમત્વપતિતને Pla કાળ બાદ સત્તા હોતી નથી. માટે આ બન્ને અધુવસત્તાક પ્રકૃતિઓ છે.
4) નામની ૧૦૨ પ્રકૃતિની સત્તાવાળો જીવ સંયમમાંથી અવિરતિમાં આવે. પછી આહારક સપ્તકને ઉવેલવાનું ચાલુ કરે છે. Pla કાળમાં આહા. ૭ સંપૂર્ણ ઉવેલાઈ જવાથી નામની ૯૫ની સત્તાવાળો બને છે. ત્યારબાદ એ જીવ જો મિથ્યાત્વે જાય તો સમ્ય, મિશ્ર. બન્નેને ઉવેલવાનું ચાલુ કરે છે અને પ્રથમ Pla કાળમાં સભ્ય ને ઉવેલી નાખે છે, પછી Pla કાળમાં મિશ્રને પણ સંપૂર્ણતયા ઉવેલી નાખે છે. ત્યારબાદ કદાચ જો જીવ એકેન્દ્રિયમાં જાય તો ત્યાં વૈક્રિય ૧૧ને ઉવેલવાનું ચાલુ કરે છે. એમાંથી પ્રથમ Pla કાળમાં દેવદ્ધિક ઉવેલાઈ જાય છે અને પછીના Pla કાળમાં નરક દ્રિક અને વૈક્રિય સહક એમ નવ પ્રકૃતિઓ ઉવેલાઈ જાય છે. વળી જીવ જો તેઉકાય-વાઉકાયમાં જાય તો મનુષ્ય દ્રિક અને ઉચ્ચગોત્રને સાથે ઉવેલવાની શરૂ કરે છે. એમાંથી ઉચ્ચગોત્ર પ્રથમ Pla કાળમાં ઉકેલાઈ જાય છે ને ત્યાર બાદ Pla કાળમાં મનુષ્યદ્ધિક ઉવેલાઈ જાય છે. અને જીવ નામની ૮૨ની સત્તાવાળો થાય છે. ૧૦૨ની સત્તાવાળો જીવ મિથ્યાત્વે જઈ તેઉકાય-વાઉકાયમાં જાય તો ત્યાં આ બધી જ પ્રકૃતિઓને ઉવેલવાની શરૂ કરે છે અને ઉત્તરોત્તર Pla-Pla કાળમાં ક્રમશઃ આહારક-૭, સમ્ય. મોહનીય, મિશ્રમોહનીય, દેવદિક, નરકકિ + વૈક્રિયસતક, ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્ધિક ઉવેલ છે. આ બધાનો કુલ ભેગો કાળ પણ Pla જ હોય છે. પંચેન્દ્રિયમાંથી વિકસેન્દ્રિયમાં ગયેલો જીવ પણ વૈક્રિય ૧૧ ને ઉવેલવાનો પ્રારંભ કરે છે, પણ વિકસેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની જ હોવાથી સંપૂર્ણ ઉવેલના થઈ શકતી નથી, એટલે સંપૂર્ણ ઉલવાળો ક્રમ
EG
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org