________________
બૃહત્કલ્પભાષ્યની આ ગાથા પરથી, “ચોથે ગુણઠાણેથી ત્રીજે ગુણઠાણે જીવ આવી શકે નહીં” એવો સિદ્ધાન્તમ તારવી શકાતો નથી. તેમ છતાં, ગ્રન્થકારશ્રી દેવેન્દ્રસૂરિમહારાજે આવો સિદ્ધાન્તમત હોવો જણાવ્યો છે, ને એમાં આવી ગાથા સાક્ષી તરીકે આપી છે. એટલે માનવું પડે કે બૃહત્કલ્પભાષ્યની ગાથા કરતાં આનું ચોથું પદ ભિન્ન હોવાથી આ કોઈ અન્યગ્રન્થની ગાથા હશે.. અથવા બૃહત્કલ્પભાષ્યની જ ગાથા હોય તો પાઠાન્તર માનવો પડે. અલબતું વ્યાખ્યા ન બદલીએ તો પાઠાન્તરથી પણ અર્થ તો ઉપર કહ્યા પ્રમાણે જ મળતો હોવાથી સિદ્ધાન્તમતની તારવણી ન થઈ શકે. પણ એક-એક શ્લોકના અનેક અર્થ શક્ય હોય છે. એટલે ગ્રન્થકાર શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજને, આ ગાથા ગ્રન્થાન્તરની હોય કે બૃહત્કલ્પભાષ્યની જ પાઠાન્તરવાળી હોય, પણ આમ્નાયથી એની વ્યાખ્યા ઉપર કહ્યા મુજબની પુદ્ગલ સંક્રાન્તિ અંગે નહીં મળી હોય, પણ જીવસંક્રાન્તિ અંગે મળી હશે. અર્થાત્ તેઓને આમ્નાયથી આ ગાથાની વ્યાખ્યા (ગાથાનો અર્થ આવી મળી હશે - જીવની સંક્રાન્તિ મિથ્યાત્વમાંથી (=પહેલે ગુણઠાણેથી) સમ્યક્તવમાં (= ચોથેગુણઠાણે) કે મિશ્રમાં (= ત્રીજે ગુણઠાણે) થવી અવિરુદ્ધ છે (અર્થાત્ થઈ શકે છે). મિશ્ર ગુણઠાણેથી જીવ બન્નેમાં (=પહેલે અને ચોથે બન્નેમાં) જઈ શકે છે. પણ સમ્યકત્વ (ચોથે) ગુણઠાણેથી જીવ મિથ્યાત્વમાં જ જાય છે, નહીં કે મિશે. આ અર્થને અનુસરીને વિચારીએ તો “જીવ ચોથેથી ત્રીજે જઈ શકતો નથી' એવો સિદ્ધાન્તમત જણાયા વિના રહેતો નથી, જેનો ગ્રન્થકારે ઉલ્લેખ કર્યો છે.
પાંચમાં કર્મગ્રન્થના એક પૂર્વપ્રકાશિત પુસ્તકમાં આવી જે એક વાત રજુ થયેલ છે કે કર્મગ્રન્થના મતે પહેલે ગુણઠાણેથી ત્રીજે આવનાર ૨૭ ની સત્તાવાળો જ હોય, ૨૮ની સત્તાવાળો નહીં તે વાત બરાબર નથી, કારણકે
જીવ મિથ્યાત્વે આવે, સમ્યકત્વમો તથા મિશ્રમોની ઉવેલના શરૂ કરે, અને એમાં સમત્વ મો. ઉવેલાઈ જાય ત્યારબાદ જ (૨૭ની સત્તા થયા બાદ જ) મિશ્રનો ઉદય થઈ શકે, એ પહેલાં નહી” આવી વાત કર્મ અંગેના વિશાળ
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org