________________
સમ્યત્વની હાજરીમાં તો વિશુદ્ધિ હોવાથી ને દર્શનમોહનીય બધ્યમાન ન હોવાથી રસની ઉદ્વર્તન થઈ જ શકતી નથી, અર્થાત્ રસ વધી શકતો નથી, માત્ર ઘટી જ શકે છે, માટે ત્યારે પણ સમ્પર્વમાંથી મિશ્રમાં સંક્રમ થઈ શકતો નથી, તથા બીજે-ત્રીજે ગુણઠાણે તો દર્શન મોહમાં પરસ્પર સંક્રમ જ હોતો નથી, કારણ કે દર્શનમોહ બધ્યમાન ન હોવાથી રસ વધી શકતો નથી, ને અપેક્ષિત શુદ્ધિ ન હોવાથી રસ ઘટી શકતો નથી. એટલે ત્યારે પણ સમ્પર્વમાંથી મિશ્રમાં દલિક થતું નથી. આમ સમ્યકત્વ મોમાંથી મિશ્રમોમાં ક્યારેય સંક્રમ થતો નથી.
સમ્યત્વ પામેલો અને તેથી ત્રિપુંજની સત્તાવાળો (અર્થાત્ મોહનીયની ૨૮ની સત્તાવાળો) થયેલો જીવ પરિણામવશાત્ પાછો મિથ્યાત્વે આવે અને અન્તર્મુહૂર્તથી વધુ કાળ માટે મિથ્યાત્વે રહે તો સમ્યકત્વ અને મિશ્ર મોહનીયના પુંજોને સત્તામાંથી સર્વથા નિર્મળ કરવાનો પ્રારંભ કરે છે. આ ઉદ્દેલના સંક્રમ (કે ઉવેલના) કહેવાય છે. જીવ જો સતત મિથ્યાત્વે રહે તો પલ્યોપમના
અસંખ્યાતમા (Pla) ભાગ જેટલા કાળમાં સમ્યક્તપુંજ ઉવેલના સંક્રમથી મિથ્યાત્વમોહનીયમાં સંક્રમીને સર્વથા નિર્મૂળ થઈ જાય છે અને જીવ મોહનીયની ૨૭ની સત્તાવાળો બને છે. હજુ પણ જીવ મિથ્યાત્વે જ રહે તો મિશ્રની ઉવેલનાની પ્રક્રિયા ચાલુ જ રહે છે, અને બીજા પલ્યોપમના એક અસંખ્યાતમાં ભાગ જેટલા કાળમાં મિશ્ર પણ સર્વથા ઉવેલાઈ જાય છે, ને તેથી જીવ મોહનીયની ૨૬ની સત્તાવાળો બને છે. પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા આ બન્ને કાળ ભેગા કરીએ તો પણ કુલ કાળ પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો જ હોય છે. આ કાળ દરમ્યાન એટલે કે પહેલાં ૨૮ની સત્તા હતી ત્યારે ને પછી ૨૭ની સત્તા થઈ ત્યારે પણ કોઈક જીવને પરિણામવશાત્ મિશ્રમોહનીયનો ઉદય થઈ શકે છે, અને તેથી એ જીવ મિશ્રગુણઠાણે જાય છે. એટલે કે મિશ્ર ગુણઠાણે આ રીતે ૨૮ ની કે ૨૭ ની સત્તા મળી શકે છે. તથા સમ્યકત્વની હાજરીમાં અનતાનુબંધી ચારની વિસંયોજના કરીને મોહનીયની ૨૪ની સત્તાવાળા થયેલા જીવને પણ મિશ્રનો €
શતક ગ્રન્થ પર ટીપ્પણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org