________________
પડી જાય છે. આને ત્રિપુંજીકરણ કહેવાય છે. આ પછી પણ જ્યાં સુધી જીવ સમ્યક્ત જાળવી રાખે છે ત્યાં સુધી સમ્યક્તની શુદ્ધિના કારણે મિથ્યાત્વપુંજના તથા મિશ્રપુજના કેટલાક કેટલાક દલિકોમાંથી રસ હણીને મંદ બેઠા કે એનાથી પણ હીન કરતો રહે છે, અર્થાત્ એ દલિકોને સમ્યક્તવમોહનીયરૂપે બનાવતો રહે છે. આ પ્રક્રિયા ‘મિથ્યાત્વ મોહનીયમાંથી અને મિશ્રમોહનીયમાંથી સમક્વમોહનીયમાં સંક્રમ' નામે કહેવાય છે. વળી એ વખતે મિથ્યાત્વ પુંજના કેટલાક દલિકોમાંથી રસ હણીને મધ્યમ બેઠા બનાવતો રહે છે. આ જ પ્રક્રિયા ‘મિથ્યાત્વ મો માંથી મિશ્રમોહનીયમાં સંક્રમ” નામે કહેવાય છે. જ્યાં સુધી જીવ સભ્યત્વ જાળવી રાખે છે ત્યાં સુધી વિશુદ્ધિ હોવાથી આ સંક્રમ ચાલુ જ રહે છે અને ક્યારેક વિશુદ્ધિ ખૂબ વધી જાય તો જીવ દર્શનસપ્તકનો ક્ષય કરી ક્ષાયિકસભ્યત્વ પામી જાય છે. પણ જો જીવ સમ્યક્ત જાળવી રાખવામાં અસમર્થ બની જાય ને મિથ્યાત્વે ચાલ્યો જાય, તો ત્યાં મિથ્યાત્વપ્રયુક્ત અશુદ્ધિના કારણે મિથ્યાત્વમોહનીય બંધાય તો છે જ, પણ, સમ્યત્વમોહનીય પુંજમાંના કેટલાક દલિકોના રસની પણ મિથ્યાત્વના બધ્યમાનરસ સુધી ઉદ્વર્તન કરે છે, આને સમત્વમો માંથી મિથ્યાત્વમોમાં સંક્રમ થયો કહેવાય છે. એમ મિશ્રપુજના કેટલાક કેટલાક દલિકોના રસની પણ ઉદ્વર્તન કરી મિથ્યાત્વમોહનીયના રસતુલ્ય કરે છે, આને મિશ્રમાંથી મિથ્યાત્વમાં સંક્રમ થયો કહેવાય છે. છતાં અશુદ્ધિના કારણે સમત્વ પુજના દલિકોનો વધતો પણ રસ એવી રીતે નથી વધતો કે જેથી એ મિશ્ર રૂપે બની જાય. તે પણ એટલા માટે કે નવો જે રસ બને છે તે પતટ્ઠહ કહેવાય છે, અને ઉદ્વર્તના માટે પતટ્ઠહ એ જ બની શકે છે જે બધ્યમાન હોય. બધ્યમાન રસ ઉત્કૃષ્ટ તરફનો બેઠા. ને એથી અધિક છે જે રસવાળા દલિકો મિથ્યાત્વપુંજ કહેવાય છે, પણ મધ્યમ બેઠા. રસ કે જે રસવાળાં દલિકો મિશ્રપુંજ કહેવાય છે તે બધ્યમાન નથી, અને તેથી સમત્વપુંજમાંના દલિકોનો રસ વધીને બેઠા. ઉત્કૃ- કે તેથી વધુ થઈ શકે છે, પણ મધ્યમ બેઠા. થઈ શકતો નથી. અર્થાત્ સમ્યકત્વમાંથી મિથ્યાત્વમાં દલિત સંક્રમે છે, પણ મિશ્રમાં સંક્રમતું નથી. વળી, તુવાદ્ધવસના.
CU
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org