________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ગ્રન્થની ટીપ્પણી
1) ગ્રન્થકર્તા શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે વિવક્ષિત વિષયોનું પ્રતિપાદન ૧૦૦ ગાથાઓ દ્વારા કર્યું છે. તેથી ગ્રન્થના પ્રમાણને નજરમાં રાખીને ‘શતક' એવું નામ છે તે જાણવું.
2) કેવલજ્ઞાનાદિ ગુણો - સિદ્ધાવસ્થા વગેરે સાદિ અનન્ત ભાવો છે. પણ કોઈપણ પ્રકૃતિનો બંધ કે ઉદય સાદિ અનન્ત હોતો નથી.
(3) દર્શન મોહનીયની ૩ પ્રકૃતિઓમાંથી જીવ અનાદિકાળથી માત્ર મિથ્યાત્વ મોહનીયને જ બાંધે છે ને તેથી એની જ સત્તા સતત મળતી હોય છે.શેષ બેનો બંધ ન હોવાથી સત્તા પણ મળતી નથી. મિથ્યાત્વમોહનીય એ સર્વઘાતી પ્રકૃતિ છે. એટલે એનો ઉત્કૃષ્ટ તરફનો બેઠાણિયો, ૩ઠા અને ૪ઠા રસ જ બંધાતો હોય છે. ને એની જ સત્તા મળતી હોય છે. પણ જીવ જ્યારે ૩ કરણ કરીને પ્રથમ સમત્વ પામે છે ત્યારે મિથ્યાત્વમોહનીયનાં સત્તાગત દલિકોમાંથી કેટલાક દલિકોનો રસ વિશુદ્ધિવશાત એવી રીતે હણે છે કે જેથી એ એકઠાણિયો કે મંદબેઠાણિયો રસ જ રહે. આ દેશઘાતી રસ હોવાથી, ઉદયમાં આવે ત્યારે પણ સમત્વ ગુણને આવરી શકતો નથી, પણ એમાં
અતિચાર લગાડી શકે છે. તેથી એ દેશઘાતી પ્રકૃતિ છે. વળી એ જ વખતે મિત્વમોહનીયના કેટલાક દલિકોમાંથી રસ વિશુદ્ધિ વશાત્ એવી રીતે હણે છે કે જેથી અવશિષ્ટરસ મધ્યમ બે ઢાણિયો રહે છે, અર્થાત્ અર્ધવિશુદ્ધ થાય છે. આવા દલિકોનો જથ્થો (પુંજ) મિશ્રમોહનીય કહેવાય છે. આ પણ સર્વઘાતી રસ છે, માટે એના ઉદયે પણ સમ્યત્વગુણ આવરાયેલો જ રહે છે, પ્રગટ થઈ શકતો નથી. મિથ્યાત્વ મોહનીયના સત્તાગત બાકીના દલિકોનો રસ ઘટ્યો હોવા છતાં હજુ એ બેઠાણિયો ઉત્કૃષ્ટ તરફનો કે એનાથી અધિક જ હોય છે, એટલે કે અવિશુદ્ધ જ રહ્યો હોય છે. માટે એ મિથ્યાત્વ મોહનીય રૂપે જ રહે છે. આમ મિથ્યાત્વમોહનીયના દલિકોના જ વિશુદ્ધિવશાત્ ૩ વિભાગ જ્જ
શતક ગ્રન્થ પર ટીપ્પણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org