________________
રહે ત્યારથી ઉદીરણા પણ બંધ પડે છે, માત્ર ઉદય ચાલુ રહે છે. પ્રથમ સ્થિતિની આ ચરમ આવલિકાના ચરમસમયે બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વમોહનીય દલિકને રસભેદેત્રણ પ્રકારનું બનાવે છે. અર્થાત્ ત્રણ પુંજ બનાવે છે. એ પછીના સમયે જીવ અંતરમાં પ્રવેશ કરે છે જ્યાં દર્શનમોહનીયનું કોઈ દલિક ન હોવાથી ઉપશમસમ્યત્વની પ્રાપ્તિ થાય છે. કોઈક જીવ એની સાથે દેશવિરતિકે સર્વવિરતિ પણ પામે છે. તેથી ૪ થી ૭ માંના કોઈપણ ગુણઠાણે પ્રથમઉપશમ સમ્યકત્વ મળી શકે છે. લાયોપથમિકસમ્યકત્વી જીવત્રણે દર્શનમોહનીયને જે ઉપશમાવે છે તે સંયત જ ઉપશમાવે છે. એ માટે ત્રણ કરણ કરે છે. અપૂર્વકરણે મિથ્યામિશ્રનો ગુણસંક્રમ પણ હોય છે. અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે ત્રણે દર્શનમોહનીયનું અંતર કરે છે. એમાં સભ્ય મોહનીયની પ્રથમ સ્થિતિ અન્તર્ક જેટલી કરે છે, શેષ બેની આવલિકા જેટલી. ઉકેરાતું દલિક સમ્યની પ્રથમસ્થિતિમાં નાખે છે. અંતરકરણક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણેને ઉપશમાવવાનું ચાલુ કરે છે. સમયની પ્રથમ સ્થિતિના ચરમસમય સુધીમાં ત્રણેની બીજી સ્થિતિનું બધુંદલિક ઉપશાંત થઈ જાય છે. અને પછીના સમયે જીવ અંતરમાં પ્રવેશે ત્યારથી ઉપશમસમ્યકત્વ પામે છે. ત્યાર પછી હજારો વાર છ-સાતમે પરાવર્તન પામી ઉપશમશ્રેણિનો પ્રારંભ કરે છે. એમાં છેલ્લી વાર સાતમે ગુણઠાણે આવે ત્યારે યથાપ્રવૃત્તકરણ થાય છે. પછી આઠમે ગુણઠાણે જીવ જાય છે જ્યાં અપૂર્વકરણ થાય છે. સાતેકર્મોમાં સ્થિતિઘાત વગેરે પૂર્વોક્ત મુજબ થાય છે. અશુભઅબધ્યમાન બધી પ્રકૃતિઓનો ગુણસંક્રમ ચાલુ થાય છે. અપૂર્વકરણઅદ્ધાના ભાગ વીત્યે નિદ્રાદ્ધિકનો, ભાગ વીત્યે દેવગતિ વગેરે ૩૦ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. અપૂર્વકરણપૂર્ણ થાય ત્યારે હાસ્યાદિ ૪નો બંધ વિચ્છેદ થાય છે. પછી અનિવૃત્તિકરણ આવે છે. એના સંખ્યાતબહુભાગ ગયા પછી દર્શનસમકસિવાયની મોહનીયની ૨૧ પ્રકૃતિઓનું અંતર કરે છે. એ વખતે ઉદયમાં એક સંવકષાય અને એક વેદ હોય છે. ઉદયવાળી આ બે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ સ્વોદયકાળ પ્રમાણ કરે છે, શેષ ૧૯ની એક આવલિકા. સ્વોદયકાળ આ પ્રમાણે હોય છે - શતક - ગાથા: ૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org