________________
મુરલી સતત આગળ ધપતો રહ્યો. મુંબઈમાં આવી વિકલાંગો માટેની સ્પર્ધા યોજાઈ. એ સમયે હથોડાફેંક, ભાલાફેંક અને ગોળાફેંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તરવાની એકેએક હરીફાઈમાં મુરલી પહેલો આવ્યો. એણે આઠ સુવર્ણચંદ્રક મેળવ્યા, એટલું જ નહીં, પણ આ સ્પર્ધામાં ઉત્તમ ખેલાડી જાહેર થયો.
૧૯૭૨માં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં પશ્ચિમ જર્મનીના હેડલબર્ગ શહેરમાં વિકલાંગો માટેની ૨૧મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા થઈ. ભારત તરફથી મુરલીકાન્ત પેઠકરે ભવ્ય દેખાવ કરીને દેશનું નામ રોશન કર્યું. આ અગાઉ ૫૦ મીટરની ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ૩૮ સેકન્ડમાં અંતર પાર કરવાનો વિક્રમ મુરલીકાન્ત ધરાવતો હતો. મુરલીએ પોતે જ | પોતાનો વિક્રમ તોડ્યો. એણે ૫૦ મીટરની ફ્રી સ્ટાઇલ તરણસ્પર્ધા ૩.૭૩ સેકન્ડમાં પાર કરીને નવો વિશ્વવિક્રમ સર્યો અને ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો.
મુરલીના જીવનમાં આજે કોઈ વિષાદ નથી, હતાશા કે નિરાશા | નથી. એના મુખ પર એ જ હિંમત, સાહસ અને આનંદ તરવરે છે. એણે
જુદી જુદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એકસો ચાલીસ કરતાં પણ વધારે સુવર્ણચંદ્રકો મેળવ્યા છે. સૌપ્ય અને કાંસાના ચંદ્રકો તો પાર વિનાના મેળવ્યા છે. એ કેટલા છે એની ખુદ મુરલીકાન્તને જ ખબર નથી ! મુરલીકાન્ત આફ્રિકા, રશિયા અને ચીન અને આફ્રિકા ખંડ સિવાય મોટા ભાગના દેશોનો પ્રવાસ ખેડ્યો છે. વિદેશમાં ઠેર ઠેર ઘૂમ્યો હોવા છતાં પોતાનું ખરું ગૌરવ તો ભારતમાતાનો પુત્ર હોવામાં માને છે.
આજે તો કુસ્તી ખેલતો, ટેબલ ટેનિસ રમતો કે પાણીમાં માછલીની માફક તરતો યુવાન મુરલીકાન્ત માનવીની પોલાદી ઇચ્છાશક્તિનો જીવંત નમૂનો બની ગયો છે.
અપંગનાં ઓજસ
Wકે
#
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org