SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ RIT ] ISIT t તરવા લાગ્યો. એના બંને પગમાં સહેજે ચેતન નહીં, છતાં પાણીમાં એ / તરે ત્યારે માછલી સરકતી હોય તેવું જ લાગે. ઈ. સ. ૧૯૬૯ના જુલાઈમાં અપંગો માટેની લંડનમાં યોજાયેલી રાષ્ટ્રસમૂહ(કોમનવેલ્થ)ની પ્રથમ સ્પર્ધામાં મુરલીએ ભાગ લીધો. પોતાને ગમતી તરવાની સ્પર્ધામાં એને સુવર્ણચંદ્રક મળ્યો, ટેબલ ટેનિસની સ્પર્ધામાં કાંસાનો ચંદ્રક મળ્યો . બીજી ઘણી રમતમાં બીજા ક્રમે વહીલચેરમાં બેસી તીરંદાજી કરતો આવનારને મળતો રોપ્ય મુરલીકાન્ત પેઠકર ચંદ્રક મેળવ્યો. મુરલીએ એવી તો સિદ્ધિ બતાવી કે આ રમતોત્સવનો એ સૌથી શ્રેષ્ઠ ખેલાડી ગણાયો. એની આવી સિદ્ધિ જોઈને લશ્કરમાં એની કંપની હવાલદાર મેજર તરીકેની બઢતી કરવામાં આવી. ૧૯૬૮માં મેક્સિકોમાં ઑલિમ્પિક સ્પર્ધા થઈ. આ ઑલિમ્પિક સ્પર્ધામાં ભારત એક પણ સુવર્ણચંદ્રક મેળવી શક્યું નહીં, પરંતુ એ પછી મેક્સિકોમાં વિકલાંગો માટેની ઑલિમ્પિક સ્પર્ધા થઈ. ભારતનો કોઈ પણ ખેલાડી પેલી સ્પર્ધામાં તો સુવર્ણચંદ્રક મેળવી શક્યો ન હતો અને અગાઉ પણ ક્યારેય ભારતના કોઈ ખેલાડીએ વ્યક્તિગત રીતે ઑલિમ્પિક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો ન હતો, પરંતુ અપંગો માટેની ઑલિમ્પિક સ્પર્ધામાં ભારતનો એક ખેલાડી સુવર્ણચંદ્રક મેળવી ગયો અને તે મુરલીકાન્ત રાજારામ પેઠકર. ઑલિમ્પિક સ્પર્ધામાં વ્યક્તિગત રીતે સુવર્ણચંદ્રક મેળવનાર, પહેલો ભારતીય ખેલાડી બન્યો. રમતની દુનિયામાં આથી ઉત્તમ બીજું કયું ગૌરવ હોય ? અપંગનાં ઓજસ છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy