________________
આપનારી ટેસ્ટમાં ચંદ્રશેખરે ૧૫૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી અને ટેસ્ટમાં વિનુ માંકડ, એરાપલ્લી પ્રસન્ના અને બિશનસિંહ બેદી પછી ચંદ્રશેખર એ ૧૫૦ વિકેટ ઝડપનારો ચોથો ભારતીય ગોલંદાજ બન્યો. ચંદ્રશેખરના લેગ બ્રેક, ગુગલી અને ટૉપ સ્પીન દડાના મિશ્રણે ભલભલા બૅટ્સમેનોને થાપ આપી. ચંદ્રશેખરની ગોલંદાજી એટલી બધી કાતિલ અને રહસ્યપૂર્ણ હતી કે સુનિલ ગાવસકર જેવો સમર્થ બૅટ્સમેન પણ સ્વીકારે છે કે એ ગુગલી દડો નાખશે તે પારખી શકતો, પણ એ સિવાય તો હોઠ પર પ્રાર્થના રાખીને જ ૨મતો ! ચંદ્રશેખરના દડા પીચ પડીને એટલા ઝડપથી આવતા કે કેટલાક એને મધ્યમ ઝડપી ગોલંદાજ ગણતા હતા. ૧૯૭૬માં ભારતના પ્રવાસે આવેલા વિવિયન રિચાર્ડ્સ એમ કહ્યું હતું કે ચંદ્રશેખરના કેટલાક દડા તો ઑસ્ટ્રેલિયન ઝડપી ગોલંદાજ થોમસનના જેવા ઝડપી હોય છે. આ રીતે પક્ષાઘાતની અસરવાળા પોતાના જમણા હાથમાં ચંદ્રશેખરે એવી તો તાકાત પેદા કરી છે કે વિશ્વની મજબૂત ગણાતી ટીમની સંગીન બૅટિંગ પક્ષાઘાત પામી હતી. એના જમણા હાથને જોતાં આશ્ચર્ય જ થાય કે કઈ રીતે આવા હાથથી ૫૮ ટેસ્ટમાં ૧૫,૯૬૩ દડા નાખીને ૨૪૨ ખેલાડીઓને આઉટ કર્યા હશે !
જેંગતમાં મેરેથોન દોડનો જુવાળ જાગ્યો છે, ત્યારે ૧૯૮૪માં નવી દિલ્હીમાં યોજાયેલી બીજી મેરેથોનમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પરથી પ્રારંભ કર્યો. આમાં શોખથી ભાગ લેનારા થોડું દોડીને બાજુ પર હટી જાય છે અને ખરો દોડવીર આગળ રહે છે. પહેલી મેરેથોનની માફક આ બીજી મેરેથોન પણ દિલ્હીનો ૨૮ વર્ષનો સરકારી કર્મચારી સતીશ જીતી ગયો. આ સતીશ જન્મથી જ મૂક અને બધિર છે તેમજ એ જમણી આંખે અંધ છે, પરંતુ એની દોડની મેરેથોન ઇચ્છાશક્તિને કોઈ અટકાવી શક્યું નહીં.
የ እ ★ ★ ★
*
Jain Education International
For Private & Personal Use Only
Z | le l«lche
www.jainelibrary.org