________________
૧૨
| ઓલિમ્પિકની મહાકાણી
.સ. ૧૯૬૦ની રોમમાં ખેલાયેલી ઑલિમ્પિકમાં ખળભળાટ મચી ગયો. અમેરિકાની વિહ્મા રૂડોલ્ફ નામની એક દોડવીરે ત્રણ સુવર્ણચંદ્રક મેળવ્યા. આમાં એને નવ વખત દોડવાનું આવ્યું. આ નવે વખત જીતની રેખા પર પહેલી પહોંચનારી વિહ્મા રૂડોલ્ફ હતી. આખું વિશ્વ આ નારીની શક્તિ જોઈને ચકિત બની ગયું. ૨૦ વર્ષની આ છોકરીએ ભલભલા દોડવીરોને મહાત કર્યા.
વિભાના વિજયની પાછળ એક હિંમતબાજ નારીની કથા રહેલી છે. જગતભરમાં ઝડપી નારી તરીકે નામના મેળવનારી આ વિલ્યા રૂડોલ્ફ ચાર વર્ષની વયે ચાલી શકતી ન હતી. છેક આઠ વર્ષની વયે એ પોતાના ઘરની બહાર રમવા નીકળી હતી !
એક ગરીબ કુટુંબમાં વિર્ભાનો જન્મ થયો હતો. એના પિતાએ બે વખત લગ્ન કર્યા હતાં. વિહ્મા એમનું સત્તરમું સંતાન હતું.
વિર્ભા અધૂરા મહિને જન્મી હતી. તેનું જન્મ સમયે વજન ફક્ત ૨.૦૪ કિલોગ્રામ હતું. એમાં ચાર વર્ષની વયે નબળી વિહ્મા પર બાળલકવાના રોગનું આક્રમણ થયું. એના ડાબા પગ પર આની ઘેરી અસર થઈ. એ ડાબો પગ ટેકવી શકતી પણ ન હતી. આવે વખતે શક્તિની ઘણી જરૂર હોય, પણ ચાર વર્ષની વિલ્યાને કશો પૌષ્ટિક ખોરાક મળતો નહીં. એકમાત્ર દવા જ એનો આધાર બને તેમ હતી.
ગરીબી ચારે બાજુથી ઘેરી વળેલી હતી. એને રોજ માલિશ કરવાની દાક્તરે સૂચના આપી હતી. પણ માલિશઘર પિસ્તાળીસ માઈલ દૂર હતું. આથી એની માતા રોજના બદલે દર અઠવાડિયે એક વખત પિસ્તાળીસ
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org