________________
અપંગનાં ઓજસ | K
સર્વતોમુખી પ્રતિભા : બોબ
દીધા વિના છૂટકો નથી. એના તાલીમબાજ એની પાસે ગયા ને કહ્યું : “બોબ, તને લાગે છે કે તું હવે ખેલી શકીશ ?”
બોબ નજીક આવ્યો. પોતાના તાલીમબાજના ખભા પર હાથ મૂકીને બોલ્યો,
“તાલીમબાજ, ફિકર કરશો નહીં. મને લાગે છે કે હું ખેલી
શકીશ.”
સત્તર વર્ષનો છોકરો ખેલકૂદની સર્વતોમુખી તાકાત ધરાવનારો જગતનો શ્રેષ્ઠ ખેલાડી બન્યો. કોઈએ વિચાર્યું નહોતું કે ડેકેથ્લોનની સ્પર્ધામાં મત્થીઆસ બીજી ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લઈ શકશે, પણ ચાર વર્ષ પછી ૧૯૫૨માં ફિનલેન્ડના હેલસિન્કીમાં ખેલાનારી ઑલિમ્પિક સ્પર્ધામાં હાજર થઈ ગયો. આમાં પ્રથમ દિવસે લાંબો કૂદકો લગાવવા જતાં જમણા પગનો ‘મસલ્સ' ઊતરી ગયો. ખેલકૂદની સ્પર્ધામાં મસલ્સ ઊતરી જાય એટલે આપત્તિનો પહાડ તૂટી પડ્યો ગણાય ! બધાને થયું કે હજી તો ઘણી સ્પર્ધા બાકી છે. બોબ મથીઆસને સ્પર્ધા છોડી
‘મસલ્સ’ની વેદના સાથે મત્ફીઆસ આગળ ધપવા લાગ્યો. એણે દસેય ૨મતમાં ભાગ લીધો, એટલું જ નહીં, પણ પ્રથમ આવીને સુવર્ણચંદ્રક મેળવી ગયો. ઑલિમ્પિકના ઇતિહાસમાં ડેકેથ્લોનની કપરી સ્પર્ધામાં સતત બે વખત સુવર્ણચંદ્રક મેળવનાર બોબ મત્થીઆસ સર્વપ્રથમ ખેલાડી છે. એ પછી આજ સુધીમાં એકમાત્ર બ્રિટનનો ડેલી થોમ્પસન (૧૯૮૦ અને ૧૯૮૪ ઑલિમ્પિક) જ આવી સિદ્ધિ મેળવી શક્યો છે.
Jain Education International
**
For Private & Personal Use Only
K
www.jainelibrary.org