________________
નોંધાવ્યો હોય તેના પર ગુણ મળે. આ દસમાંથી એક રમતમાં ચૂક થઈ ગઈ કે સઘળી મહેનત પર પાણી ફરી વળે.
૧૯૪૮ના ઑગસ્ટની પાંચમી તારીખે લંડનની ઑલિમ્પિક સ્પર્ધાની આ કપરી ૨મતમાં મત્થીઆસે ઝુકાવ્યું. હજી ત્રણ મહિના અગાઉ તો એ વાંસકૂદકો કે ભાલાફેંકની કશી તાલીમ પણ ધરાવતો ન હતો. વીસ દેશના અઠ્ઠાવીસ ચુનંદા ખેલાડીઓ મેદાને પડ્યા. સવારના દસ વાગ્યાથી સ્પર્ધાનો પ્રારંભ થયો. રાતના આઠ વાગ્યા સુધી વિવિધ સ્પર્ધાઓ ખેલાતી રહી. થાકેલો બોબ પાછો આવ્યો. આટલી સ્પર્ધાઓમાં જગતના રમતવીરોમાં એ ત્રીજે નંબરે હતો. થાક્યો હોવા છતાં એ રાત્રે એ સૂઈ શક્યો નહીં. બીજે દિવસે એ ઑલિમ્પિકના ઇતિહાસનો કમનસીબ દિવસ બન્યો. સતત વરસાદ વરસતો રહ્યો. ચોતરફ ધુમ્મસ ઘેરાયું હતું. મેદાન પર
કાદવ-કીચડ થઈ ગયો હતો. આ દિવસે બોબ બાર કલાક મેદાન પર રહ્યો. વરસાદ પડે ત્યારે બૅન્કેટ પહેરે. પોતાનો વારો આવે કે બ્લેન્કેટ કાઢીને મેદાન પર આવે. એમાંય ભાલાફેંક વખતે તો એટલું બધું અંધારું થઈ ગયું કે દોડવાના પ્રારંભની
રેખા પર લાઇટ
રાખવી પડી. હજી પંદરસો મીટરની દોડ
મેદાન પર મત્યીઆસ
બાકી હતી. રાતના દસ પછી એ દોડ શરૂ થઈ. આખરે બોબ મત્થીઆસની જીત થઈ.
**
Jain Education International
-X—
For Private & Personal Use Only
૭
અપંગનાં ઓજસ
www.jainelibrary.org