SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ લેવા લાગ્યો. હવે કોઈ એના શરીર પર દયા ખાતું નહીં. એના બદલે એની નિશાળમાં સશક્ત શરીર માટે બોબ મFીઆસનું ઉદાહરણ અપાવા લાગ્યું. ઈ. સ. ૧૯૪૮ના એક દિવસે બોબ મલ્થીઆસના તાલીમબાજ વર્જિલ જેક્સને એને ડેકેશ્લોનની રમત પર હાથ અજમાવવા કહ્યું. બોબ તો તૈયાર જ હતો. એણે અગાઉ કદી પણ વાંસકૂદકો, લાંબા અંતરની દોડ, ભાલાફેંક કે ઊંચા કૂદકામાં ભાગ લીધો ન હતો, પણ આનાથી ડરી જાય તો મન્થીઆસ નહીં ! એણે પૂરી લગન અને તાકાતથી કોશિશ કરી. આમાં સફળતા મળી. ટૂંક સમયમાં એણે ઘણા વિજય મેળવ્યા અને આ સત્તર વર્ષના યુવાનને ૧૯૪૮ની ઑલિમ્પિક સ્પર્ધામાં સૌથી કપરી ગણાતી ડેકેપ્લોનની સ્પર્ધામાં અમેરિકા તરફથી ભાગ લેવાનું માન મળ્યું. એના જેટલી નાની વયે અમેરિકા તરફથી ખેલકૂદની સ્પર્ધામાં ઑલિમ્પિક સ્પર્ધામાં ખેલવાની કોઈએ યોગ્યતા મેળવી ન હતી. ઑલિમ્પિક સ્પર્ધામાં તો અત્યંત રસાકસી હોય. એમાં આ સત્તર કક/ વર્ષના બોબને તો સૌથી વધુ થકવનારી ડેકેશ્લોનની સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. આમાં એક ખેલાડીને ખેલકૂદની આખી ટીમ જેટલી કામગીરી | બજાવવાની હોય. ડેકથ્થોનમાં દોડ, કૂદ ને ફેંકની દસ જુદી જુદી સ્પર્ધાઓ એકસાથે ખેલવાની હોય. પહેલે દિવસે એકસો મીટર દોડ, લાંબો કૂદકો, ગોળાફેંક, ઊંચો કૂદકો અને ચારસો મીટરની દોડમાં ભાગ લેવાનો હોય. આનો સખત થાક ઊતર્યો હોય કે ન ઊતર્યો હોય, પણ બીજે દિવસે એકસો ને દસ મીટરની વિપ્નદોડ, ચક્રફેંક, વાંસકૂદકો, ભાલાફેંક અને પંદરસો મીટરની દોડમાં ઊતરવું પડે. આમાં ક્રિકેટ, મુક્કાબાજી અને તરણસ્પર્ધા જેવી તદ્દન ભિન્ન ભિન્ન સ્પર્ધાઓ સમાન સાવ જુદી જુદી સ્પર્ધાઓમાં રમવું પડે. વળી નિયમ એવો કે માત્ર બે દિવસમાં જ સ્પર્ધા પૂરી કરવાની, પછી ભલે મધરાત થઈ જાય. આથી ખેલાડી હજી એક સ્પર્ધા માંડ પૂરી કરે, ત્યાં તો દોડતા એને બીજી સ્પર્ધામાં હાજર થઈ જવું પડે. વળી, આમાં બીજા હરીફથી આગળ આવવાથી ગુણ ન મળે, પણ વિશ્વવિક્રમથી જેટલો નજીક આંક અપંગનાં ઓજસ | જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy