________________
૧૧
બીમામાંથી બહાદુe
બાબ મન્થીઆસ અને બીમારીને ભારે દોસ્તી. સાવ નબળો બાંધો. તદ્દન ફિક્કુ શરીર. દરેક રોગ એના પર આસાનીથી સવાર થઈ જાય.
બાર વર્ષનો આ બાળક બરાબર બેસી શકે નહીં, એને આ માટે રેડિયો-ઍક્ટિવ કિરણો લેવાં પડ્યાં. રોજ જમ્યા પછી એને આરામ કરવો જ પડે.
મન્થીઆસના પિતા ડૉક્ટર હોવા ઉપરાંત ફૂટબૉલના કુશળ ખેલાડી હતા. એમને પોતાનો પુત્ર આવો માયકાંગલો હોય તે સહેજે પસંદ નહીં. ચૌદ વર્ષના બોબ મલ્થીઆસની ઊંચાઈ પાંચ ફૂટ અને દસ ઇંચની હતી. એ એટલો નબળો હતો કે નિશાળમાં એકે રમતમાં ભાગ લઈ શકે નહીં એના બદલે એ નિશાળના બૅન્ડમાં રણશિંગું વગાડવાનું કામ કરતો.
એક વાર બોબ મલ્થીઆસને પોતાની નિર્બળતા પર ગુસ્સો આવ્યો. બીમારી હટાવીને બહાદુર બનવાનો નિશ્ચય કર્યો. એણે નક્કી કર્યું કે શરીરને તાકાતવાન બનાવવું જોઈએ. નિર્બળ શરીરવાળાને આ દુનિયામાં વળી ગણકારે છે કોણ ? ઊલટાની બીજા બધા એને બિચારો' કહીને દયા ખાય છે.
મFીઆસ મહેનત કરવા લાગ્યો. માબાપની દેખરેખ હેઠળ શરીર સુધારવા લાગ્યો. માત્ર ત્રણ વર્ષમાં તો એણે કાયાપલટ કરી નાખી. સત્તર વર્ષનો મન્થીઆસ છ ફૂટ અને બે ઇંચ ઊંચો અને ૧૯૦ રતલનું વજન ધરાવતો શક્તિશાળી યુવક બની ગયો. એ ફૂટબૉલ અને બાસ્કેટબૉલની રમતમાં આગળ પડતો ભાગ લેવા માંડ્યો. ખેલકૂદની જુદી જુદી સ્પર્ધાઓમાં
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org