________________
૩૪
ane l•lche
એણે પવિત્રનને સત્તાવાહી અવાજે પૂછ્યું ત્યારે પવિત્રને હિંમતભેર પોતાની વાત કરી. પોતાનો લાકડાનો કૃત્રિમ પગ પણ બતાવ્યો.
આ સાંભળીને ફૂલનદેવીએ પવિત્રનને એની બધી ચીજવસ્તુઓ પાછી આપી દીધી. એનાં સાહસ અને હિંમતને બિરદાવ્યાં, એટલું જ નહીં પણ બક્ષિસ રૂપે બસો રૂપિયા આપ્યા. પવિત્રને લેવાની ના પાડી, પરંતુ આ ડાકુરાણીએ આગ્રહભેર એ રકમ એના ખિસ્સામાં મૂકી દીધી.
આવા જીવસટોસટના બનાવોમાંથી પવિત્રન પસાર થયો. એના બીજા હરીફોમાંથી કોઈ બાર હજાર કિલોમીટરથી વધુ અંતર કાપી શક્યા નહીં. પવિત્રન રોજનું સરેરાશ ત્રણસો કિલોમીટરનું અંતર કાપતો હતો અને ભારતનાં એકવીસ રાજ્યોમાંથી પસાર થઈને ચોવીસ હજાર કિલોમીટ૨નું અંતર અઠ્ઠાવન દિવસમાં પસાર કર્યું. એક માત્ર પવિત્રન જ આ સ્પર્ધાનું તમામ અંતર પૂરું કરી શક્યો.
પવિત્રનની આ સિદ્ધિએ સહુની આંખ ખોલી નાખી. એણે સાઇકલ પર વિશ્વ-પ્રવાસ કરવાનું વિચાર્યું ત્યારે સાઇકલ બનાવનારી કેટલીક કંપનીઓમાં સામે ચાલીને સાઇકલ તૈયા૨ કરી આપવા માટે પડાપડી થવા લાગી.
પવિત્રને બતાવી આપ્યું કે ગમે તેટલી મુશ્કેલીઓ અને નિષ્ફળતામાં જો માનવી મન અડગ રાખે તો જરૂર એની જીત થાય છે.
રીરની પૂરેપૂરી કસોટી કરતી દસ સ્પર્ધાઓની ડેકેથ્લોનમાં ૧૯૬૦ની ઑલિમ્પિકમાં રાફર જ્હૉનસન વિશ્વવિજેતા બન્યો, પરંતુ આ રાફર જ્યાંનસનને બૂટ પહેરવામાં તકલીફ પડતી હતી, કારણ કે બારમે વર્ષે એનો પગ યંત્રમાં ફસાઈ જતાં એનો અંગૂઠો લગભગ આખોય કપાઈ ગયો. ત્રેવીસ જેટલા ટાંકા લઈ એના પગના મસલ્સ અને નસો બરાબર બેસાડવામાં આવ્યાં, પરંતુ જ્હોનસનની આ શારીરિક મર્યાદાઓ એના મહાન પ્રયત્ન આગળ સાવ સામાન્ય બની ગઈ.
Jain Education International
**
For Private & Personal Use Only
X
www.jainelibrary.org