SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યો. આખરે પવિત્રને લાંબા અંતર માટેની એક ખાસ પ્રકારની સાઇકલ બનાવી. આમેય એ એન્જિનિયર હતો એથી પોતાની જરૂરિયાત પ્રમાણે કેવી સાઇકલ બનાવવી તે સારી રીતે જાણતો હતો. ૧૯૮૨ની ૧૨મી ઑક્ટોબરે પુણેથી આ અત્યંત લાંબી સાઇકલસ્પર્ધાનો પ્રારંભ થયો. દેશના તેત્રીસ જેટલા સાઇકલવીરોએ આમાં ભાગ લીધો. આમાં એકલો પવિત્રન જ વિકલાંગ હરીફ હતો. બાકીના બધા મજબૂત શરીર ધરાવનારા હતા, પણ પવિત્રને પોતે વિકલાંગ છે એવી વાત જ મનમાંથી કાઢી નાખી હતી. એની નજર તો ૨૪૦૦૦ કિલોમીટરના લાંબા અંતરને પસાર કરવા પર હતી. ઈ. પિતાંબરન પવિત્રન આ સાઇકલસ્પર્ધા દરમિયાન ચંબલનાં કોતરોમાંથી પસાર થવાનું હતું. ઊંચાં ઊંચાં કોતરો વચ્ચેથી ભેંકા૨ રસ્તા પરથી પસાર થતાં ભલભલા ડરી જાય. એમાં પણ ચંબલનાં કોતરોમાં ડાકુઓનો ભય પણ એટલો જ. પવિત્રનને તો કોઈ ભય સ્પર્શે તેમ નહોતો. એની નજર તો સાઇકલ પર એક પછી એક રાજ્ય પસાર કરવા પર હતી. ચંબલનાં ઊંચાં ઊંચાં કોતરો વચ્ચેથી પવિત્રન પસાર થતો હતો ત્યાં એક ભેંકાર જગ્યાએ ડાકુઓએ એને પડકાર્યો અને આંતર્યો. પવિત્રન ઊભો રહ્યો. ડાકુઓએ જોયું કે એની પાસે તો કોઈ શસ્ત્ર જ નથી. આથી એ સામનો કરે એવી કશી દહેશત રહી નહીં. ડાકુઓએ નજીક આવીને પવિત્રનની એકેએક ચીજ છીનવી લેવા માંડી. એકલો પવિત્રન આટલા બધા ડાકુઓ વચ્ચે કરે પણ શું ? એવામાં ડાકુ ટોળીની સરદાર ફૂલનદેવી આવી પહોંચી. ચંબલનાં કોતરોમાં ડાકુરાણી ફૂલનદેવીની ભારે ધાક હતી. એના સાથીઓ બે બાજુએ ખસી ગયા. ડાકુરાણી ફૂલનદેવીને આશ્ચર્ય થયું કે આવાં કોતરોમાં કશાય શસ્ત્ર વિના એકલા નીકળવાનું સાહસ આ માણસે કેમ કર્યું હશે ! દ્વ * Jain Education International * For Private & Personal Use Only કર અપંગનાં ઓજસ www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy