SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર ભાંગી નાંખે તેવી ઈજાઓ થઈ હતી. હવે મન ભાંગી નાખે તેવી ઈજાઓ શરૂ થઈ. પવિત્રનની પત્નીનું એકાએક અવસાન થયું. બે નાનાં બાળકોને સાચવવાની અને ઉછેરવાની જવાબદારી આ યુવાનને માથે આવી પડી. પવિત્રનને માથે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો. એમાં એના ઉપરી અધિકારીઓની અવગણનાથી એને અત્યંત આઘાત લાગ્યો. આ અધિકારીઓ એને હવે ટેકૂનિકલ કામ માટે સાવ નકામો ગણતા હતા. એની કોઈ વાત કાને ધરતા નહીં. આ સમયે પવિત્રને મનમાં પાકો નિર્ધાર કર્યો કે પોતે ‘લંગડો ઘોડો’ નથી તેટલું તો આ બધાને બતાવી દેવું ! એણે લાકડાનો કૃત્રિમ પગ લગાવ્યો. ધીરે ધીરે ચાલવાનું શરૂ કર્યું. એવામાં એણે પુણેથી કન્યાકુમારી સુધીની સાઇકલસ્પર્ધાના સમાચાર વાંચ્યા. આમાં એકવીસ રાજ્યોમાં પસાર થઈને ચોવીસ હજાર કિલોમીટરનું અંતર કાપવાનું હતું. સાઇકલસ્પર્ધાના જાણીતા ખેલાડીઓ આમાં ઝુકાવવાના હતા, પણ એમનેય પોતે આટલું લાંબું અંતર કાપી નાખશે કે કેમ એની ૬૨ | ખાતરી નહોતી. s | alle -lehe પવિત્રને આ સાઇકલસ્પર્ધામાં ઝુકાવવાનું નક્કી કર્યું. કેટલાકે એની મજાક કરી, કોઈએ એને શેખચલ્લી કહ્યો, પરંતુ પવિત્રન એના નિર્ણયમાં મક્કમ રહ્યો. લાંબી સાઇકલસ્પર્ધા કે મોટરસ્પર્ધા માટે ખાસ પ્રકારની મોટર કે સાઇકલ બનાવવી પડે. એનું ઉત્પાદન કરનારી કોઈ કંપની આ બનાવવાની જવાબદારી સ્વીકારે તો જ આવી મોંઘી અને વિશિષ્ટ સાઇકલ કે મોટર બની શકે. પવિત્રને આ માટે ઘણા સાઇકલ-ઉત્પાદકો પાસે ટહેલ નાખી. માત્ર એક પગના જોરે આટલી લાંબી સાઇકલસ્પર્ધામાં જીતી શકે એ માનવા કોઈ તૈયાર ન હતું, આથી સાઇકલ બનાવનારી કોઈ કંપની પવિત્રન માટે સાઇકલ બનાવવા તૈયાર ન થઈ. જિંદગીની મુશ્કેલીઓથી નહીં હારેલો પવિત્રન સાઇક્લની મુશ્કેલીથી ડરી જાય ખરો ? એણે વિચાર્યું કે ‘આપ સમાન બળ નહીં'. એ પોતે જ સાઇકલના જુદા જુદા ભાગો ગોઠવીને એક નવી સાઇકલ તૈયાર કરવા * * * For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy