SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ E. + : : - ક આપત્તિ બની સંપત્તિ આપત્તિ કદી એકલી આવતી નથી. એ આવે ત્યારે એની આખી સેના સાથે લઈને આવે છે. કેરાલાના ઈ. પિતાંબરન પવિત્રનના સુખી જીવનમાં આવી રીતે એક પછી એક આપત્તિનાં વાવાઝોડાં આવતાં રહ્યાં. એના જીવનમાં પહેલાં સુખનો સૂરજ ઊગ્યો. કેરાલાના ક્વીલોન જિલ્લાના અદૂર નામના નાનકડા ગામમાં એ રહેતો હતો. એણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. કાલિકટ એન્જિનિયરિંગ કોલેજમાં એ તેજસ્વી વિદ્યાર્થી તરીકે જાણીતો હતો. આ પછી એ ભારતીય સૈન્યમાં જોડાયો. બાંગ્લાદેશના યુદ્ધનો સમય આવ્યો. ૧૯૭૧ના યુદ્ધ વખતે ઈ. પિતાંબરન પવિત્રન ઇલેક્ટ્રિકલ એન્ડ મિકૅનિકલ એન્જિનિયરિંગ કોર્સમાં નાયકનો હોદ્દો ધરાવતો હતો. એની કામગીરી એટલી સુંદર હતી કે ૧૯૭૧માં એને ઈ.એમ.ઈ.ના શ્રેષ્ઠ ટેકનિશિયન તરીકે જાહેર કરવામાં આવ્યો. આમ આ યુવાન સિદ્ધિના શિખરે હતો, ત્યાં જ આપત્તિની આંધી આવી. એ પોતાની ફરજ બજાવવા માટે મોટરસાઇકલ પર જતો હતો, ત્યાં તેના પગે એક ગોળી વાગી. એ ગબડી પડ્યો. મોટરસાઇકલ ફંગોળાઈ ગઈ. પવિત્રનને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે એ બેભાન હતો. એનો એક પગ લગભગ દાઈ ગયો હતો. જમણા હાથ પર ગંભીર ઈજા થઈ હતી. ડૉક્ટરને તાત્કાલિક ઑપરેશન કરવાની જરૂર લાગી. એનો એક પગ થાપાના સાંધામાંથી કાપી નાખવામાં આવ્યો. જમણા હાથમાં એક સળિયો નાખવામાં આવ્યો. પવિત્રન ભાનમાં આવ્યો ત્યારે પોતાની હાલત જોઈને ધ્રુજી ઊઠ્યો. ૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy