________________
8 | ne l•lehle
た
સમસ
જા જા રહા હૈ = = !
જય ગો હાથમાં ૩
માઈલ દૂર આવેલા માલિશઘરમાં એને સા૨વા૨ માટે લઈ જતી. બે વર્ષ સુધી તો આમ ચાલ્યું, પણ પછી વિલ્ગાની માતાએ એની ત્રણ પુત્રીઓને
માલિશ કરતાં શીખવી
દીધું. મોટી બહેનો નાની બહેનની સારવાર કરવા
લાગી.
ચાર વર્ષની ઉંમરે બધાં બાળકો શેરીમાં સંતાકૂકડી ૨મે, ત્યારે વિલ્માને અસહાય બનીને
વિલ્મા રૂડોલ્ફ
પથારીમાં પડ્યા રહેવું પડતું. એ બારીમાં બેઠી બેઠી બહારની દુનિયા નિહાળે. કોઈને ચાલતાં જુએ, તો કોઈને રમતાં જુએ, કોઈને વળી હસતાં ને કૂદતાં જુએ. વિલ્માને થાય કે પોતે ક્યારે આ રીતે ચાલી શકશે? ક્યારે એ બીજાની માફક દોડી શકશે ? એવામાં ડબલ ન્યુમોનિયા અને સ્કારલેટ ફીવર લાગુ પડ્યો. વિલ્મા વધુ નબળી થઈ ગઈ.
છ વર્ષની ઉંમરે એને ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરાવવામાં આવ્યા. આનાથી એ થોડું થોડું ચાલવા લાગી. સાતમા વર્ષે વિલ્મા ભાંખોડિયાભેર ચાલવા લાગી અને પહેલી વાર જાતે ઘરનો ઉંબરો વટાવ્યો.
Jain Education International
આ દિવસે એના આનંદનો પાર ન રહ્યો. આઠમે વર્ષે વિલ્ગા બૂટ વગર ચાલવાને શક્તિમાન બની. વિલ્માની ઇચ્છા તો રમતના મેદાન પર ખેલવા-કૂદવાની હતી. અગિયારમે વર્ષે એ બાસ્કેટ-બૉલ ખેલવા લાગી અને પંદરમા વર્ષે તો તે પોતાના રાજ્યની ટીમ તરફથી બાસ્કેટ-બૉલની મૅચમાં ભાગ લેતી હતી.
એક વાર વિલ્માની નિશાળના બાસ્કેટ-બૉલના તાલીમબાજ એડવર્ડ
* X
~*
For Private & Personal Use Only
www.jainelibrary.org