________________
'
મ
ન
:
th
અટક્યો નહીં. એણે સતત અઢાર કૂદકા લગાવ્યા. દરેક કૂદકા વખતે લાકડી વધુ ને વધુ ઊંચે મૂકવામાં આવતી. આખરે બે મીટર ઊંચો કૂદકો લગાવવાની તમન્ના વાલેરીએ પૂરી કરી. આ સમયે વાલેરીના આનંદનો પાર ન રહ્યો. એણે ભૂતકાળમાં વિશ્વવિક્રમ સર્યો, પોતાના જ વિક્રમ એક પછી એક તોડ્યા, | ત્યારેય કદી આટલો આનંદ અનુભવ્યો ન હતો. એક
ઘાયલ વાલેરી બ્રુમેલ પત્રકારે તો વાલેરીના આ કૂદકાને જોઈને લખ્યું,
“અમે અહીં નરી આંખે અપ્રતિમ હિંમત અને પ્રબળ ઇચ્છાશક્તિને || પરિણામે સર્જાયેલો ચમત્કાર નિહાળ્યો.”
વાલેરીનો આ બે મીટરનો એટલે કે છ ફૂટ અને પોણા પાંચ ઇંચનો | કૂદકો જેવોતેવો ન ગણાય. આ સ્પર્ધામાં વિજેતા બનનાર યુરોપીય વિજેતા રશિયાના વેલેન્ટિન ગાવરિલોવ કરતાં વાલેરી નવ સેન્ટિમીટર જ પાછળ હતો. વિજય ગાવરિલોવનો થયો, પણ બીજે સ્થાને આવેલા વાલેરીને વિજેતા જેવું માન મળ્યું !
૧૯૭૦ની વસંત ઋતુમાં વાલેરીને ફરી ઈજા થઈ. જે ડાબો પગ ઠેકવીને એ કૂદકો લગાવતો એ જ ઠેક પગના ઘૂંટણની ઢાંકણી પાસેના સ્નાયુ પર ઈજા થઈ. સામાન્ય રીતે આવી ઈજા થાય, પછી વધુ ખરાબીના ભયે ખેલાડી રમતના મેદાનમાં ખેલવાનું છોડી દે છે. ફરી ખેલવું હોય તો ઑપરેશન કરાવવું પડે. વાલેરી બધું તજી શકે તેમ હતો, પણ ઊંચો કૂદકો * જે પગનો ઠેકો લગાવીને કૂદકો મારવામાં આવે, તે પગને “ઠેક પગ
કહે છે.
અપંગનાં ઓજસ
છે કે -- 8 4ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org