________________
શેખચલ્લીના દિવાસ્વપ્ન જેવી હતી. વાલેરીનું ઑપરેશન કરનાર ડૉ. ઇવાન કુચેરેન્કોએ પણ દિલાસો આપતાં કહ્યું કે એ ફરી રમી શકે એવી કોઈ આશા નથી. રશિયાની એક દાક્તરી સંસ્થાએ આ માટે લાંબી તપાસ કરી. અંતે એણે અભિપ્રાય આપ્યો કે વિખ્યાત રમતવીર વાલેરીએ રમતના મેદાન પર ફરી ખેલવાની આશા તજી દેવી જોઈએ !
વાલેરીના માથે પહાડ તૂટી પડ્યો. એને માટે ડૉક્ટરોનો
વાલેરી બ્રુમેલ
નિર્ણય સ્વીકારવો ખૂબ મુશ્કેલ
હતો. એ સ્વપ્નેય વિચારી શકતો નહીં કે પોતે ઊંચો કૂદકો લગાવવા અસમર્થ છે ! એની આંખ સામે ભૂતકાળનાં દશ્યો રમી રહ્યાં હતાં. પણ જ્યાં ચાલી શકાય તેમ ન હતું ત્યાં વળી પગના ઠેકાથી ઊંચો કૂદકો લગાવવાની વાત ક્યાં ? અઢી વર્ષ પસાર થઈ ગયાં, પણ હજી વાલેરીના ઘા પર રૂઝ આવી નહીં. એ પરેશાન હતો, છતાં જીવનથી હારી ખાધું ન હતું. દિલમાં તો એક આશા હતી જ કે એક દિવસ એવો આવશે કે પોતે ઊંચે ફાળ ભરતો હશે !
રશિયાના ખેલાડીઓ અને તાલીમબાજો નિરાશ વદને સ્વીકારતા હતા કે વાલેરી હવે રમતના મેદાનમાં પાછો નહીં ફરી શકે. ૧૯૬૮ના નવેમ્બર માસના બ્રિટિશ ઑલિમ્પિક એસોસિયેશનના સત્તાવાર સામયિક ‘વર્લ્ડ સ્પોર્ટ્સ’માં જાણીતા સમીક્ષક નેઇલ એલને લખ્યું :
“વાલે૨ી સાજો થઈને સ્પર્ધામાં ઊતરવાનું વિચારે છે, પણ તેની આ વાત સહેજે ગળે ઊતરે તેવી નથી. તદ્દન અતાર્કિક છે.” ચોતરફ સહુએ વાલેરી ઊંચો કૂદકો લગાવી શકે, એ શક્યતા અંગે હાથ ધોઈ
***
Jain Education International
★ ★ *
For Private & Personal Use Only
? | le Fl¢hle
www.jainelibrary.org