________________
વાલેરી બ્રુમેલની ઊંચા કૂદકાની વધુ ને વધુ ઊંચી સિદ્ધિ તરફ આખી દુનિયા આશ્ચર્યમુગ્ધ થઈ જોઈ રહી. એનામાં શારીરિક તાકાત, વૈજ્ઞાનિક તાલીમ અને કૂદકો લગાવવાની મોહક રીતનો ત્રિવેણીસંગમ સધાયો હતો. એ અમેરિકામાં હોય કે રશિયામાં હોય, પણ બધે જ શક્તિશાળી ખેલદિલ ખેલાડી તરીકે પ્રેક્ષકો એને ઉમળકાભેર વધાવી લેતા. ૧૯૬૧માં વિશ્વવિક્રમ સર્યા પછી વાલેરી બ્રુમેલ ઊંચા કૂદકાની તમામ સ્પર્ધાઓમાં આગળ જ રહ્યો. ૧૯૬૪માં જાપાનના ટોકિયો શહેરમાં ખેલાયેલી ઑલિમ્પિક સ્પર્ધામાં વાલેરી બ્રુમેલે પ્રથમ આવીને સુવર્ણચંદ્રક મેળવ્યો. રમતના મેદાનની ખૂબી એ છે કે એ દેશ દેશ વચ્ચેની દુશમનીને દોસ્તીમાં પલટાવી શકે છે ! અમેરિકાએ રશિયાના આ રમતવીરની તાકાત જોઈને “જ્હૉન કેનેડી સ્મારક સુવર્ણચંદ્રક' આપીને એનું સન્માન કર્યું !
જીવનમાં સઘળા દિવસો સરખા જતા નથી. ક્યારેક આનંદનો સાગર ઊમટી પડે, તો કદીક આપત્તિનાં વાદળ ઘેરાઈ વળે ! વાલેરીના પછી જીવનમાં વધુ ને વધુ શાનદાર સિદ્ધિ એના કદમ ચૂમતી હતી ત્યાં જ એક
એવી આફત આવી કે જીવનભર કપાળે હાથ દઈને નસીબને દોષ દેતાં બેસી રહેવું પડે !
૧૯૬૫ની પાંચમી ઓક્ટોબરે એ કમનસીબ ઘટના બની. વાલેરી પોતાના મિત્ર સાથે મોટરસાઇકલની પાછળ બેસીને જઈ રહ્યો હતો. એવામાં એકાએક મોટરસાઇકલ લપસી ગઈ. આખીય મોટરસાઇકલનો ભાર વાલેરીના જમણા પગ પર ! એનો જમણો પગ લગભગ છુંદાઈ ગયો. હાડકાંમાં કેટલીય જગ્યાએ ફેંક્યર થયું.
પહેલાં તો એમ લાગ્યું કે તરત જ પગ કપાવી નાખવો પડશે. લાંબી વિચારણા બાદ ડૉક્ટરોએ પગ કાપવાનું મોકૂફ રાખ્યું. એ પહેલાં સારવારથી કેટલો સુધારો થાય છે તે જોવાનું નક્કી કર્યું. પાંચ કલાક સુધી ઑપરેશન ચાલ્યું. વાલેરીનો પગ કાપવો ન પડ્યો, પણ હવે એ જિંદગીભર વ્હીલ ચેર (પૈડાંવાળી ખુરશી) કે લાકડાની ઘોડી વિના ચાલી શકે તેમ ન હતું. આવે વખતે વાલેરી રમતના મેદાન પર પાછો આવે એવી કલ્પના કરવી
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org