SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આ એ જ શરીરનો કિ ન ાર કરી જ કાકી ૪ કે જો ઊંચું તાનિશાન રશિયાનો વાલેરી નિકોલાયવિન્ચ બ્રુમેલ એ ઊંચા કૂદકાની રમતનો બેતાજ રમતવીર ગણાતો હતો. રશિયાની ખેલકૂદની પ્રભાવશાળી ટીમનો સમર્થ શિરતાજ હતો. ઊંચા કૂદકાની રસાકસીભરી રમતમાં પાંચ વર્ષ સુધી એને જગતભરમાં કોઈ આંબી શક્યું નહીં. એ માત્ર પોતાનો વિશ્વવિક્રમ સાચવીને જ બેસી ન રહ્યો, પણ પોતાનો વિશ્વવિક્રમ આંબીને સતત આગળ વધતો રહ્યો. અઢાર વર્ષની વયે વાલેરી બ્રુમેલે ૧૯૬૦ની રોમ ઑલિમ્પિકમાં સાત ફૂટ અને સવા ઈંચ ઊંચો કૂદકો લગાવીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા. આ સ્પર્ધામાં પ્રથમ આવેલા બ્રુમેલના જ દેશવાસી રોબર્ટ શેવલાકાઝે આટલો જ આંક નોંધાવ્યો હતો. સદા ઊંચું નિશાન રાખવામાં માનનારો બ્રુમેલ આટલાથી સંતોષ પામે તેમ ન હતો. ૧૯૬૧ના જૂન મહિનાની અઢારમી તારીખે સાત ફૂટ અને ચાર ઇંચનો ઊંચો કૂદકો લગાવ્યો. એક નવો વિશ્વવિક્રમ સ્થપાયો. ૧૯૬૩ના જુલાઈ મહિનાની એકવીસમી તારીખે એથીય વધુ ઊંચો કૂદકો લગાવ્યો. બ્રુમેલ સાત ફૂટ અને પોણા છ ઇંચ કૂદ્યો. છઠ્ઠી વાર નવો વિશ્વવિક્રમ રચ્યો. એ પોતાની ઊંચાઈ કરતાં સોળ ઇંચ વધુ ઊંચે કૂદ્યો. છ વર્ષ સુધી બ્રુમેલના વિશ્વવિક્રમને કોઈ નમાવી શક્યું નહીં. * એ પછી ઊંચા કૂદકાનો વિશ્વવિક્રમ અમેરિકાના પી. મન્નડોર્ફ કર્યો. ૧૯૭૧માં સાત ફૂટ અને સવા છ ઇંચ ઊંચો કૂદકો લગાવીને મન્ઝડોર્ફે નવો વિશ્વવિક્રમ સર્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy