SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ એક વાર એમ મનાતું કે ૪ મિનિટની અંદર એક માઈલની દોડ પૂરી કરવી એ કાળા માથાના માનવી માટે અશક્ય છે. ગ્લેન કનિંઘમની સિદ્ધિએ જગતભરમાં એવી આશા જગાડી કે માનવી માટે અશક્ય ગણાતી એવી સિદ્ધિ શક્ય બની શકે તેમ છે. એણે એની તાકાતથી એક નવી આશાનાં દ્વાર ખોલ્યાં. આમ જિંદગીમાં કદી પણ જાતે ચાલી ન શકે તેવી ગંભીર ઈજા પામનાર ગ્લેન કેન્સાસનો કનિંઘમ : વિશ્વનો સૌથી કનિંઘમે મજબૂત મનોબળના ઝડપી દોડવીર બન્યો સહારે માત્ર અમેરિકાના જ જ નહીં, પણ જગતના એક અમર દોડવીર તરીકે નામના મેળવી. એણે સ્થાપેલા વિક્રમો વર્ષો સુધી દોડવીરો માટે પડકારરૂપ બની રહ્યા. એટલું જ નહીં, પણ એની દોડ લગાવવાની આગવી પદ્ધતિ અને દોડના અંત ભણી ઝડપથી પહોંચવાની રીતને તો જગતના ખ્યાતનામ દોડવીરોએ અપનાવી. ગ્લેન કનિંઘમ રમતના મેદાનની સાથોસાથ અભ્યાસમાં પણ આગળ રહ્યો. મહેનત-મજૂરી કરતાં કરતાં એણે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવી તેમજ આગળ જતાં યુનિવર્સિટીના ડાયરેક્ટરનું પદ મેળવ્યું. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધ સમયે લશ્કરમાં જોડાયો અને સાત વર્ષ સુધી મોરચા પર રહીને દેશસેવા કરી. એ પછી એક વિશાળ ખેતર ખરીદીને એની ખેતીની આવકમાંથી અપંગો માટે આશ્રમ ખોલ્યો. આમાં ૮૦૦૦ જેટલાં અપંગ બાળકોને આપબળે જીવતા શીખવ્યું. અપંગો માટે પ્લેન કનિંઘમ ખુદ આદર્શ બની ગયો. અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy