________________
ડૉક્ટરની સલાહથી
ઉત્સાહમાં આવીને ગ્લેને દોડવા માંડ્યું. કામ નાનું હોય કે મોટું, પણ એ દોડતો જાય. નિશાળેય દોડતો જાય અને રમવાય દોડતો જાય.
ધીમે ધીમે એના સ્નાયુઓ મજબૂત બનવા લાગ્યા. શાળામાં એ દોડની હરીફાઈમાં ઊતર્યો. એક પગ હજી સહેજ લંગડાતો હતો, છતાં એક માઈલની દોડની હોડમાં ઊતર્યો અને સૌના આશ્ચર્ય વચ્ચે સ્પર્ધા જીતી ગયો.
ઝડપી દોડવીર ગ્લેન કનિંઘમ
એક કરુણ બનાવ અને
પારાવાર યાતનાને વટાવીને ગ્લેન લાંબી લાંબી દોડ લગાવવા લાગ્યો. ૫૩ કેન્સાસની નિશાળમાંથી ગ્લેન કનિંઘમ પાસ થયો અને આ સમયે ૪ મિનિટ અને ૨૪.૭ સેકન્ડમાં એ એક માઈલ દોડ્યો અને ડાબા પગનાં આંગળાં વગરનો આ દોડવીર અમેરિકાનો સૌથી વધુ ઝડપી દોડ લગાવનારો નિશાળિયો બન્યો.
ગંભીર અકસ્માત પછી માત્ર ૧૯ વર્ષ બાદ ગ્લેન કનિંધમે એક માઈલની દોડમાં વિશ્વવિક્રમ રચી દીધો. ૧૯૩૪માં કેન્સાસ યુનિવર્સિટીની સ્પર્ધામાં ૪ મિનિટ અને ૬ સેકન્ડમાં એક માઈલનું અંતર કાપીને એણે નવો વિશ્વવિક્રમ રચ્યો. બે વર્ષ પછી બર્લિનમાં ખેલાયેલી ઑલિમ્પિક સ્પર્ધામાં ૧૫૦૦ મીટરની દોડ ૩ મિનિટ અને ૪૮.૪ સેકન્ડમાં પૂરી કરી અને ગ્લેનને બીજે નંબરે આવનારને મળતો રૌપ્યચંદ્રક મળ્યો. ૧૫૦૦ મીટરની અને એક માઈલની દોડમાં પણ ગ્લેન કનિંઘર્મ શાનદાર વિજય મેળવ્યો. ૧૯૩૮માં ૪ મિનિટ અને ૪ સેકન્ડમાં એક માઈલનું અંતર કાપીને ગ્લેને એવો તો અદ્ભુત વિશ્વવિક્રમ સર્જ્યો કે જે વર્ષો સુધી અણનમ રહ્યો.
**
Jain Education International
-
For Private & Personal Use Only
| 2 | ane lehle
www.jainelibrary.org