________________
કરી શકે. ભગવાન ગ્લેનને પાછો હરતો ફરતો કરે તેવી મારી પ્રભુને પ્રાર્થના છે.” | ડૉક્ટરે વિદાય લીધી. અકસ્માત પછી મહિનાઓ બાદ ગ્લેનના પગ પર બરાબર ચામડી આવી ગઈ. માતા-પિતાએ પુત્રનાં એ નિષ્ક્રિય અંગો પર માલિશ કરવા માંડી. મનમાં ઊંડે ઊંડે આશા હતી કે એ નિર્જીવ પગમાં પ્રભુકૃપાએ ચેતન આવશે.
નાનકડો ગ્લેન પણ પથારીમાં પડ્યાં પડ્યાં માલિશ કરતો જાય અને મનમાં મક્કમપણે કહેતો જાય,
“જરૂર ચાલીશ. હું જરૂર ચાલીશ અને બધાને બતાવી આપીશ કે જુઓ, હું પણ કેવું ચાલી શકું છું !”
ગ્લેનના પગમાં ભારે વેદના થતી હતી, પણ એના મનની આ મજબૂતાઈની કોઈને ખબર નહોતી. અકડાઈ ગયેલા સ્નાયુઓમાં ચેતન આવતાં પૂરાં બે વર્ષ લાગ્યાં. માલિશ તો ચાલુ જ હતી અને સાથોસાથ ગ્લેનની પોતાના પગ પર ઊભા રહેવાની મથામણ પણ ચાલુ હતી. ધીરે ધીરે ગ્લેન પડદો પકડીને ઊભો રહેવા લાગ્યો. આંગણામાં પડેલા જૂના હળને ટેકે ટેકે થોડું થોડું ચાલવા લાગ્યો. બેડોળ, વાંકા પગને બરાબર ટેકવવા લાગ્યો. દુખાવો તો ઘણો થતો હતો, પણ દિલની હિંમત આગળ એની કશી વિસાત નહોતી.
એક દિવસ સાંજે એ ધીમે ધીમે ચાલતો હતો. એવામાં ઓચિંતા જ એમના કુટુંબના પેલા ડૉક્ટર આવી પહોંચ્યા. એમણે આવી ખોટી કોશિશ કરવા માટે ગ્લેનને ઠપકો આપ્યો. એના સ્નાયુઓ તપાસ્યા, પરંતુ તપાસને અંતે એમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો.
ડૉક્ટરે ગ્લેનના ઘરમાં જઈને એનાં મા-બાપને ખુશખબર આપતાં કહ્યું,
ચમત્કાર ! ચમત્કાર ! મેં મારી સગી આંખે જોયું ન હોત તો હું માનત પણ નહિ. શાબાશ ગ્લેન ! તારી મહેનતે અશક્યને શક્ય કરી દીધું છે. તે તારા પગના નિષ્ક્રિય સ્નાયુઓમાં હિંમત અને પુરુષાર્થનું ખમીર રેડીને એમને ફરી જીવંત કર્યા છે. હવે જો તું વધુ ને વધુ દોડ્યા કરીશ તો જરૂર તારા પગ ચેતનવંતા થઈ જશે.”
પર
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org