________________
જાતે ચાલે નહીં, ત્યાં વળી હલનચલનની વાત જ કેવી ? પણ ડરે તે બીજા. બંને પગ પર બહુ ભાર ન પડે, એ માટે એક
હાથથી ટેબલ પકડીને રમવાની યુક્તિ અજમાવી. આમ એક હાથથી ખેલવાનું. એમાંય વળી હલનચલન થઈ ન શકે.
આટલી મુશ્કેલી હોવા છતાં યોગેશ મૂંઝાયો નહીં. ધીમે ધીમે એ રમવાની વિવિધ રીતની જાણકારી મેળવવા લાગ્યો, નિશ્ચય અને ખંતથી આગળ વધવા લાગ્યો.
આખરે યોગેશની મહેનત ફળી. એક હાથની આવડતથી એ ભલભલાને હંફાવવા લાગ્યો. ૧૯૬૪માં માયસોર ટેબલ ટેનિસ મંડળ તરફથી સ્પર્ધા થઈ. આમાં ડબલ્સની મેચમાં ઉદય ગૂર્જરના સાથમાં યોગેશ ગાંધીએ જીત મેળવી. આ પછી તો યોગેશે ઘણી સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો. આજે તો એ એટલી છટાદાર રીતે ટેબલ
ટેનિસ ખેલે છે કે જોનારને એની યોગેશ ગાંધી
શારીરિક અશક્તિનો ખ્યાલ પણ
આવતો નથી. * ડબલ્સમાં બંને પક્ષે બન્ને ખેલાડીઓ હોય છે.
WWW
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org