SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ર ફેંક્યું. એની તાલીમ માટેનો કાર્યક્રમ પણ અત્યંત સઘન હતો, પણ એ પોતાના વિજયનું કારણ શારીરિક તૈયારી કરતાં માનસિક તૈયારીને વધુ ગણે છે. માત્ર સાહસ અને દૃઢ સંકલ્પથી જ અશક્ય લાગે તેવું કામ શક્ય બન્યું. તેમ કહે છે. પોતાના મન પર રખાતી માનસિક શિસ્તને કારણે જ મેલબોર્નમાં બિનઅનુભવ, રોમમાં પ્રતિસ્પર્ધીઓનું સખત દબાણ, ટોકિયોની તીવ્ર વેદના અને મેક્સિકોમાં આથમતી યુવાનીના પ્રશ્નો વચ્ચેય ઓટર પોતાની તમામ તાકાત બહાર લાવી શક્યો. રમતના ઇતિહાસમાં ઓ૨ટ૨ એ અડગ મનોબળનું અનોખું ઉદાહરણ બની ગયો. અંધ વ્યક્તિઓ ગોલ્ફની રમતમાં ભાગ લઈ શકે છે એટલું જ નહીં, પણ આ રમતમાં તેઓ આંખોથી જોઈ શકતા વિરોધીઓ સામે પણ મુકાબલો કરી શકે છે. પશ્ચિમમાં અંધજનો માટે ગોલ્ફનો ઘણો બધો પ્રચાર થયો છે અને અમેરિકામાં બ્લાઇન્ડ ગોલ્ફર્સની સ્પર્ધા યોજવામાં આવી હતી. ઇંગ્લેન્ડમાં એકસોથી વધુ અંધ ગોલ્ફર છે. ઇંગ્લૅન્ડના આવા ગોલ્ફર ડેવિડ બેનવેલને માત્ર આઠ વર્ષની ઉંમરે બંને આંખે અંધાપો આવ્યો હતો. પોતાના ગોલ્ફ-શોખીન મિત્રો સાથે એ ગોલ્ફના મેદાન પર ફરવા જતા હતા, એમાંથી એમને આમાં રસ જાગ્યો અને એમની જેવા જ એવા જ એક અંધ ગોલ્ફર રૉન ટોલિન્સનની મદદ મળતાં તેઓ ગોલ્ફ ખેલવા લાગ્યા એટલું જ નહીં, પણ આજથી દસેક વર્ષ અગાઉ ડેવિડ બેનવેલ ભારતના પ્રવાસે આવ્યા હતા અને દિલ્હી ગોલ્ફ ક્લબમાં પોતાની કામિયાબી બતાવીને લોકોને ખુશ કરી દીધા હતા. * Jain Education International ક્ For Private & Personal Use Only ૪૭ અપંગનાં ઓજસ www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy