SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ » | male lehle આ જ ઑલિમ્પિકને ખાતર તેર મહિનાથી ઓટરે વચન ઊંચકવાની તાલીમ લીધી હતી. આને ખાતર કેટલીય વાર તાકાત નિચોવીને વારંવાર ચક્ર વીંટ્યું હતું અને આ માટે જ એણે તમામ પરિસ્થિતિનો સામનો કરી શકે તે રીતે મનને કેળવ્યું હતું. આ મનની સજ્જતા એ ઓ૨ટ૨ માટે સૌથી મહત્ત્વની બાબત હતી. એણે તમામ પ્રકારની કપરી અને કફોડી પરિસ્થિતિની કલ્પના કરી હતી અને તેવી પરિસ્થિતિનો સામનો કરવાની દિલથી તૈયારી કરી હતી. મેક્સિકોની અંતિમ સ્પર્ધામાં ઓટર ત્રીજી વાર ચક્ર ફેંકવા આવ્યો. ખરાખરીનો ખેલ હતો. વેદના ઘટાડવા રાખેલો ચામડાનો પટ્ટો હટાવી દીધો. એ ચક્રફેંકની સ્પર્ધાના માનસિક ખેંચાણને ભૂલવા કોઈ ૨મણીય સ્વપ્નસૃષ્ટિમાં મનને મોકલી દેતો નહીં. ઋતુ પર આધાર રાખીને વર્તુળમાં કેવી રીતે હલનચલન કરવું એનો જ વિચાર કરતો. ઓરટરે પૂરી તાકાતથી ઘૂમીને ચક્ર વીંઝ્યું. સહુ સ્તબ્ધ બનીને જોતા હતા. માપની પટ્ટી નખાઈ અને જોયું તો ચક્ર બસો ને બાર ફૂટ અને સાડા છ ઇંચ (૬૪.૭૮ મિટ૨) દૂર ફેંકાયું હતું. એના હરીફો પર ઓટરની સિદ્ધિની અસર થઈ. કેટલાકના સાંધા ઢીલા થઈ ગયા. સિલ્વેસ્ટ૨, ડનેક અને કાર્લસેને પ્રયત્ન કર્યો. પણ નિષ્ફળતા મળી. ઓરટરે ચક્રફેંકમાં નવો ઑલિમ્પિક વિક્રમ સર્જ્યો. ઑલિમ્પિકના ઇતિહાસમાં સતત ચાર ઑલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર એકમાત્ર ખેલાડી અલ ઓરટર બન્યો. ન્યૂયૉર્કની ગ્રુમન એરક્રાફ્ટ કંપનીના કમ્પ્યૂટર નિરીક્ષકનું કામ કરતા ઓ૨ટ૨ના વિક્રમને કોઈ આંટે એવું જણાતું નથી. પુરાતન વસ્તુઓનો સંગ્રહ ક૨વાનો શોખીન ઓ૨ટ૨ ‘ઇતિહાસ પુનરાવર્તન પામે છે' એ ઉક્તિનું જીવંત ઉદાહરણ બની ગયો. સોળ વર્ષમાં તેત્રીસ હજાર વખત શક્ય તેટલા લાંબે અંતરે એણે ~ K For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy