SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે ઓરટ૨નો સૌથી શ્રેષ્ઠ પ્રયત્ન એના કરતાં સત્તર ફૂટ ઓછો હતો. આવો ઓ૨ટ૨ હો જીતશે ખરો ? પરિસ્થિતિ સિલ્વેસ્ટરને સહાય કરનારી હતી, તો લોકલાગણી અલ ઓટર તરફ હતી. સહુને એમ કે આવા પુરુષાર્થી અલનો જ વિજય થવો ઘટે. પણ એવું થાય ખરું ? એના અગાઉના દેખાવ પરથી ઓરટર જીતે એવી કોઈ શક્યતા ન હતી. ચક્રફેંકની સ્પર્ધામાં અલ ઓરેટર ૧૯૬૮ના ઑક્ટોબરની પંદરમીએ મેક્સિકો ાહેર પર વરસાદ વરસ્યો હતો અને ઑલિમ્પિકની મજા થોડી ઓછી થઈ ગઈ હતી. ચક્ર નાખવાનું વર્તુળ ભીનું હતું. પણ રસ્પર્ધા પૂરજોશમાં હતી. કમનસીબ ફરી ઓ૨ટ૨ને ઘેરી વળ્યું. વરસાદથી ભીના વર્તુળમાં ઢાંકણી અને સ્નાયુની પીડા સાથે ઓ૨ટ૨ ચક્ર નાખવા ગયો, ત્યાં જ લપસી ગયો. એના સાથળનો મસલ ઊતરી ગયો. તરત બરફ ઘસવામાં આવ્યો અને પીડાવિદા૨ક ઇંજેક્શન આપવામાં આવ્યું. ફાઇનલ અગાઉની તમામ ટ્રાયલમાં સિલ્વેસ્ટર જ આગળ રહ્યો. એણે ૨૦૭ ફૂટ અને દોઢ ઇંચ જેટલે ચક્ર ફેંક્યું હતું. ચેકોસ્લોવૅકિયાનો પુરાણો પ્રતિસ્પર્ધી લુડવિગ ડનેક પણ મેદાને-જંગમાં જ હતો. અંતિમ સ્પર્ધાના અગાઉના દિવસે તો ઓરટરે સ્વપ્નેય વિચાર્યું ન હતું કે એ સિલ્વેસ્ટરને હરાવી શકશે, પણ એકાએક ઓટરને ઑલિમ્પિકને કાજે પોતે ખેડેલો ભવ્ય પુરુષાર્થ યાદ આવ્યો. **** Jain Education International For Private & Personal Use Only * | elle +lche www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy