________________
અપંગનાં ઓજસ | જ
(૧૯૬ ફૂટ અને સાડા છ ઇંચ) ઓરટર કરતાં ચક્ર વધુ દૂર નાખવાનો વિક્રમ ધરાવતા હતા.
ઑલિમ્પિકના ઉત્તેજનામય વાતાવરણમાં ઓ૨ટ૨ ખૂબ શાંત અને સ્વસ્થ જણાતો હતો. ઑલિમ્પિકની ફાઇનલમાં છ ફૂટ અને પાંચ ઇંચની ઊંચાઈ ધરાવતો અમેરિકાનો બાબકા સૌથી આગળ હતો. એણે ૧૯૦ ફૂટ અને દોઢ ઇંચ દૂર ચક્ર નાખીને વિક્રમ રચી દીધો હતો. આ વખતે ઓરટર ખીલ્યો. પૂરા જોશથી ચક્ર ઘુમાવ્યું અને ૧૯૪ ફૂટ અને પોણા બે ઇંચનો નવો ઑલિમ્પિક વિક્રમ સર્જ્યો.
૨૬૭ રતલ વજન ધરાવતા બાબકાને ચાંદીના ચંદ્રથી સંતોષ માનવો પડ્યો. આમ સતત બે વખત ઑલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવીને ઓરટરે અમેરિકાના મહાન રમતવીર માર્ટિન શેરિડન (૧૯૦૪-૧૯૦૮) અને ‘બડ’ હોસર (૧૯૨૪-૧૯૨૮)ની સિદ્ધિમાં પોતાનો સાથ પુરાવ્યો. સહુને લાગ્યું કે ઓટર હવે નિવૃત્ત થશે. પણ ઓ૨ટ૨ની નિવૃત્તિનો વિચાર કરનાર સૌથી છેલ્લો માનવી ઓરટર જ હશે !
ઓરટર તો જુદો જ નિરધાર કરતો હતો. એને તો બસો ફૂટ ચક્ર ફેંકનારા વિશ્વના પ્રથમ રમતવીર બનવાની ધૂન હતી. આ માટે સતત પ્રયત્નો કરવા લાગ્યો. આખરે ૧૯૬૨ની અઢારમી મેના દિવસે ૨મતના ઇતિહાસમાં ચક્રફેંકમાં બસો ફૂટ અને સાડા પાંચ ઇંચ ચક્ર વીંઝીને નવો વિશ્વવિક્રમ કર્યો. ખેલકૂદની દુનિયામાં ઓટરે એક ઊંચું શિખર સર કર્યું. આ પછીનો ટોકિયો ઑલિમ્પિકનો એનો વિજય માનવપુરુષાર્થની એક અપ્રતિમ ગાથા બની રહ્યો.
ફરી ૧૯૬૮ની મેક્સિકો ઑલિમ્પિકનો સાદ સંભળાયો અને ઓટર મેદાન પર હાજર થયો. આ વખતે એને ઢાંકણીની પીડાનું અને પીઠનાં હાડકાંના સાંધામાં દુખાવાનું પુરાણું દર્દ ત્રાસ આપતું હતું. વળી સિલ્વેસ્ટર નામના એના સાથી અમેરિકને એનો વિક્રમ ખૂંચવી લીધો હતો. સિલ્વેસ્ટર વર્ષભરની બાવીસે સ્પર્ધાઓમાં વિજય મેળવીને ખેલવા આવ્યો હતો. ઑલિમ્પિક પહેલાં જ સિલ્વેસ્ટરે પવનની સહાયથી બસો ચોવીસ ફૂટ અને પાંચ ઇંચનો આંક નોંધાવીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા,
R
www.jainelibrary.org
Jain Education International
**
For Private & Personal Use Only