________________
ઓરટર તો ઓરટર હતો. એનું મન પોલાદી હતું. એનો નિર્ણય લોખંડી હતો. એ ગમે તેવી કફોડી હાલતમાં પણ ઑલિમ્પિકનું ઇજન પાછું ઠેલે એવો જુવાન ન હતો. એણે કહ્યું કે આ ઑલિમ્પિક રમતોનું આકર્ષણ એવું છે કે એને કાજે મરી ફીટવાનું પણ મન થાય. છે. રાણા સંગની પેઠે અનેક ઘા ધરાવનાર ઓરટર ટોકિયો ઓલિમ્પિકના મેદાનમાં ઊતર્યો ત્યારે એની શારીરિક પીડા અને માનસિક ઘર્ષણનો બહુ ઓછાને સાચો ખ્યાલ હતો. ઓરટર વિશ્વના ચુનંદા ખેલાડીઓને મહાત કરવા નીકળ્યો હતો, અને તે છેક અંતિમ સ્પર્ધા સુધી પહોંચ્યો.
છેલ્લા છ ઘા (થ્રો)માંથી ચાર તો મપાઈ ચૂક્યા હતા. સૌપ્રથમ ચેકોસ્લોવૅકિયાનો વિશ્વવિક્રમ ધરાવતો ડનેક હતો. બીજું સ્થાન અમેરિકાનો ડેવિડ વિલ ધરાવતો હતો. ઓરટર ત્રીજા સ્થાને હતો. હવે માત્ર ચક્રફેંકના બે જ ઘા બાકી હતા.
ઓરટર પાંચમો ઘા કરવા માટે વર્તુળમાં પ્રવેશ્યો. એના હરીફો પોતાનો વિચાર કરવાને બદલે ચક્રફેંકના આ અડીખમ રાજવીને જ જોઈ રહ્યા.
ઓરટરે તૈયારી કરી. એ મનમાં બોલ્યો,
અલ્યા, આ ઑલિમ્પિક છે. જીવનનો અપૂર્વ અવસર છે. બસ, બધું ભૂલીને પૂરી તાકાતથી ચક્ર ફેંક.”
ઓરટરે હાથ ઘુમાવ્યો. પીડાથી ભરેલા શરીરમાંથી એવી તો તાકાત બહાર કાઢી કે ચક્ર બસો ફૂટ અને દોઢ ઇંચને અંતરે જઈને પડ્યું. ઓરટરે નવો ઑલિમ્પિક વિક્રમ રચી દીધો. પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધો.
ઓરટરે જાણ્યું કે આ ઑલિમ્પિક વિક્રમ રચતી વેળાએ ભીતરકી રામ જાણે' જેવો ઘાટ બન્યો હતો. આ સમયે એટલી બધી વેદના થતી હતી કે જાણે કોઈ એની પાંસળી તાણીને શરીરમાંથી બહાર ખેંચી કાઢતું હોય ! પણ ઓરટરના આંકને જોઈને લુડવિગ ડનેક અને ડેવિડ વિલેએ પરાજયનો સ્વીકાર કરતાં પોતાનાં મસ્તક ઝુકાવ્યાં. ડનેક હવે એને પાછો પાડી શકે તેમ ન હતો. એમનો છઠ્ઠો અને અંતિમ ઘા બસો ફૂટનો આંકડો વટાવી ન શક્યો.
૪૨
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org