________________
આવતાં અગાઉ તેણે માત્ર ત્રણ જ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્રણ ઑલિમ્પિકમાં વ્યક્તિગત રીતે ખેલકૂદના ક્ષેત્રે સુવર્ણચંદ્રક મેળવનાર જ્હૉન ફલાનગનની સિદ્ધિને પહોંચવા માટે આટલી તૈયારી એ કંઈ ન કહેવાય. ડૉક્ટરે કહ્યું કે ઓરટરે બાર વર્ષ લગી બે કિલોગ્રામ વજનનું ચક્ર ફેંકી ફંકીને એની કરોડરજ્જુના મણકાઓ શિથિલ કરી નાખ્યા છે. આને કારણે આઠ ફૂટ અને અઢી ઇંચના વર્તુળમાંથી ચક્ર ફેંકતી વખતે એને ડાબા હાથમાં ભયંકર વેદના થતી. શરીર સાથ આપે કે નહિ, મન પૂરેપૂરા સાથમાં હતું. અને મનના કારણે આખરે શરીરને તૈયાર થવું પડતું. આ પીડાથી બચવા માટે અલ એક ચામડાનો બનાવેલો ખાસ પ્રકારનો સર્જિકલ કૉલર પહેરતો હતો. આ પટાથી ચક્ર વીંઝતી વેળા મસ્તકનું હલનચલન ઓછું થઈ શકતું અને સાથોસાથ ઘણી ઓછી પીડા થતી.
ટોકિયો ઓલિમ્પિકના આગમન ટાણે અલ ઓરટરની માનસિક ચિંતાઓ પણ વધી હતી. ચેકોસ્લોવેકિયાના ડને કે એનો વિશ્વવિક્રમ તોડ્યો હતો અને હવે એ ઑલિમ્પિક તાજ જીતવા મેદાન-જંગમાં આવ્યો હતો.
ફરી એક આફત ઓરટર પર આવી. ઑલિમ્પિકના છ દિવસ પહેલાં ઑલિમ્પિક વિલેજમાં પોતાની તાકાત કરતો હતો એવામાં ભીના વર્તુળમાં એ લપસી ગયો, અને એની પાંસળીનો એક ભાગ તૂટી ગયો. અંદર લોહી પડવા લાગ્યું.
ડૉક્ટરે એને તપાસ્યો અને કહ્યું, “અલ, હું ખૂબ દિલગીર છું. તમારે માટે ઑલિમ્પિક ખતમ થઈ ચૂકી છે. તમારે ઓછામાં ઓછાં છ અઠવાડિયાં આરામ લેવો પડશે.”
શું ઓરટરની જ્વલંત કારકિર્દીનો આમ અંત આવશે ? ઓરટરે ડૉક્ટરોનો અભિપ્રાય સાંભળ્યો, પણ એ ભાંગી પડ્યો નહીં. એણે સહજભાવથી એ સાંભળી લીધું. એને એમ ન થયું કે પોતે ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ
અપંગનાં ઓજસ | ક]
ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેતા ખેલાડીઓના ઉતારા માટે ખાસ તૈયાર કરેલું નગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org