________________
PHILIPS
4
રોજર ફે
આવી સિદ્ધિ મેળવવાની ઇચ્છા એ માત્ર શેખચલ્લીના જેવી જ રહે.
આથીય વિશેષ બાબત તો એ હતી કે બે વાર ઑલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવનાર અલ ઓરટર ૧૯૬૪ના ઑક્ટોબર મહિનામાં ટોકિયો ઑલિમ્પિક વખતે વિશ્વવિક્રમ ધરાવતો નહોતો. ચક્રફેંકનો વિશ્વવિક્રમ તો ચેકોસ્લોવૅકિયાનો લુવિગ ડનેક ધરાવતો હતો અને ઑલિમ્પિક સ્પર્ધામાં તે પૂરા જોશથી આગળ વધી રહ્યો હતો. જોકે ૧૯૫૬ની મેલબોર્નમાં ૯
અલ ઓરટર
યોજાયેલી ઑલિમ્પિકમાં સનસનાટીભર્યો વિજય મેળવ્યા પછી જ કોઈ સ્પર્ધામાં ઓટરે ભાગ લીધો એમાં એ પરાજય પામ્યો ન હતો.
Jain Education International
ઓરટ૨ને વિશ્વના ચુનંદા હરીફોનો સ્પર્ધામાં સામનો કરવાની ચિંતા જ ન હતી. પણ રુગ્ણ શરીર કેટલો સાથ આપશે એની ચિંતા હતી. અલ ઓ૨ટ૨નું મન અડીખમ હતું, શરીરની તમા કરતું નહિ. વર્તુળમાં જેવો એ ચક્ર ફેંકવા તૈયાર થતો અને ખભા ઘુમાવીને ચક્રને હાથમાંથી છોડતો, ત્યારે શરીરમાં કાળજું ચીરી નાખે એવી વેદના થતી હતી.
આજ લગી તો એ ડૉક્ટરોના અભિપ્રાયની અવગણના કરતો આવ્યો હતો. ખરેખર ડૉક્ટરોએ કરેલી આગાહી પ્રમાણે તો અલ ઓટર ૧૯૬૪ની ટોકિયો ઑલિમ્પિકમાં રમતવીર તરીકે હોય જ નહીં !
એક વર્ષ પહેલાં એના પગની ઢાંકણી ઊતરી ગઈ હતી, એ વેદનામાંથી હજી આજેય ઓટરે છુટકારો મેળવ્યો ન હતો. આ કારણે ઑલિમ્પિકમાં
**
A
For Private & Personal Use Only
elle -lehle
www.jainelibrary.org