SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ હે મા અણનમ ઓકટર ૧૯૬૪ના ઓક્ટોબર માસની પંદરમી તારીખની આ ગાથા છે. જાપાનના ટોકિયો શહેરમાં રોમાંચક ઑલિમ્પિક સ્પર્ધા ખેલાઈ રહી છે. એક લાખ પ્રેક્ષકોની નજર ચક્રફેંકના ખેલાડીઓ તરફ મંડાયેલી ગંજાવર ટેલિવિઝન કૅમેરા ખેલાડીના એકેએક ચિત્રવિચિત્ર વલણને ઝડપી રહ્યા છે, પરંતુ ન્યૂયોર્કના ગ્રુમન એરક્રાફ્ટ કંપનીના કપ્યુટર યંત્રના નિરીક્ષક મહાન ચક્રફેંક ખેલાડી અલ ઓરટરના હૃદયમાં ચાલતા ઘર્ષણને કોઈ ઝડપી શકતું ન હતું. ટેલિવિઝન કેમેરાને કે રમતક્ષેત્રના નિષ્ણાતોને કે પ્રાંગણના શોખીન પ્રેક્ષકોને પોતાનો રમતવીર કેવી કપરી દશા સાથે આ સ્પર્ધા ખેલી રહ્યો છે એની જાણ ન હતી. આજ સુધીનો ઇતિહાસ કહેતો હતો કે અલ ઓરટ૨ અશક્ય કાર્ય માટે પ્રયત્ન કરી રહ્યો છે. આટલા ઝડપી યુગમાં ખેલકૂદની સ્પર્ધામાં ઑલિમ્પિકમાં સતત ત્રણ સુવર્ણચંદ્રક મેળવવા એ એક અશક્ય આદર્શ જ ગણાય. રમતની દુનિયામાં એકમાત્ર અમેરિકાના જ્હૉન ફલાનગને જ હથોડાફેંકમાં સતત ત્રણ ઑલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. પણ એ જમાનો જુદો હતો. ૧૯૦૦, ૧૯૦૪ અને ૧૯૦૮ની ઑલિમ્પિકમાં હૉન ફલાનગને આ સિદ્ધિ નોંધાવી હતી, પણ એ સમયને રમતજગતમાં “અંધકાર યુગ” તરીકે ઓળખવામાં આવે છે. એ સમયે રમતક્ષેત્રે ખૂબ ધીમી પ્રગતિ થતી હતી, પણ હાલના અત્યંત વેગીલા અને ગજબના સ્પર્ધાત્મક યુગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy