________________
છે
.
"
ના
'
,
,
,
૧૯૫૧માં ડોરિસ હાર્ટની જે રોમાંચક અને નાટયાત્મક રમતનો આનંદ મળ્યો એ તો હજી પણ યાદગાર બની રહ્યો છે. એમાં પણ એ દિવસ સોનેરી એ માટે ગણાશે કે એક બેડોળ જમણો પગ ધરાવતી છોકરી, કે જે આખી જિંદગી કોઈના સહારા વગર ચાલી શકી પણ ન હોત અને સદાય ટેનિસના કોર્ટની
બહાર એક ખૂણામાં બેઠી બેઠી, વિમ્બલ્ડન વિજેતા ડોરિસ હાર્ટ પોતાના નસીબને રોતી બીજાની રમતને નિહાળતી હોત, એવી ડોરિસ હાર્ટ એ દિવસે આપબળે વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર ટેનિસની મહારાણી બની !
૬: દીકરીની
+ * *
અપંગનાં ઓજસ | જી
હૈદરાબાદના હિતેશ મુલવાણીને જન્મથી જ ડાબો હાથ નહોતો. એણે હૈદરાબાદમાં વાય.એમ.સી.એ. દ્વારા યોજાયેલા ઉનાળુ તાલીમ શિબિરમાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે સહુએ એની ભારે મશ્કરી કરી. માત્ર એક જ હાથ ધરાવનાર વ્યક્તિ કઈ રીતે ટેબલ ટેનિસ રમી શકે ? પરંતુ એનો દૃઢ નિર્ધાર હોવાથી હિતેશ ટેબલ ટેનિસ રમવા લાગ્યો અને એણે સાબિત કર્યું કે લોકોના મનમાં વિકલાંગતા હોય તે નિવારી શકાતી નથી, જ્યારે શારીરિક મર્યાદાઓ તો દઢ નિશ્ચયથી પાર કરી શકાય છે. અને હિતેશે ટેબલ ટેનિસની સ્પર્ધાઓમાં આંધ્રપ્રદેશમાં સારી એવી કામિયાબી પણ મેળવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org