SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ele l«lele જગતની ઘણી સ્પર્ધાઓ જીતનારી લોસ બોર્ગ અને માર્ગારેટની જોડીએ જોશભરી રમત બતાવવા માંડી. એમને ‘ડબલ્સ'ના ખિતાબનો ઇજારો જાળવી રાખવો હતો, પરંતુ પ્રેક્ષકો ડોરિસ હાર્ટ અને શર્લી ફ્રેને બરાબર દાદ આપતા હતા. આ બંને ખેલાડીઓ એક-એક ‘પોઇન્ટ'નો અને એકએક ‘ગેઇમ’નો રસાકસીભર્યો જવાબ વાળતાં હતાં. ૯-‘ઑલ', ૧૦-૯, ૧૦-‘ઑલ’, ૧૧-૧૦ અને એમ રમત આગળ વધતી હતી. બરાબર ૧૨-૧૧ થયા હતા અને રમત હાર્ટ અને ફ્રેની જોડીને પક્ષે હતી, ત્યારે ગેઇમ જીતીને આ બંનેએ ડબલ્સમાં જીત મેળવી. છેલ્લાં ત્રણ વર્ષથી વિજેતા બનનારી જોડીએ પોતાનું બિરુદ ગુમાવ્યું. એથીય વિશેષ, ડોરિસ હાર્ટ અને શર્લી ફ્રેની વિજયની ઓછી શક્યતા ધરાવતી જોડી રોમાંચક જીત ઝડપી ગઈ ! હજી આ ઘટનાને માંડ એક કલાક થયો હશે કે ડોરિસ હાર્ટ ફરીથી સેન્ટર કોર્ટ પર આવી. હવે મિક્સ ડબલ્સનો મુકાબલો ઑસ્ટ્રેલિયાના ફ્રેન્ક સેજમેન સાથે રહી ખેલવાનો હતો. આ મિક્સ ડબલ્સમાં શ્રી મેરવ્યૂન રોસ અને શ્રીમતી નાન્સી બોલટનની ઑસ્ટ્રેલિયન જોડી સામે રમવાનું હતું. આ એક જ દિવસે ખેલતાં ત્રીજા આખરી મુકાબલામાં ડોરિસ હાર્ટ વજેતા બને એમ કલ્પવું વધુ પડતું હતું, તેમ છતાં ડોરિસ હાર્ટે એની અડગ દૃઢતાથી કશુંય અશક્ય નથી એમ સાબિત કરી આપ્યું. આ મૅચ ઘણી લડાયક બની રહી. ડોરિસ હાર્ટે એની અડગ દૃઢતાથી કશુંય અશક્ય નથી એમ સાબિત કરી આપ્યું. આ મૅચ ઘણી લડાયક બની રહી. ડોરિસ હાર્ટે પોતાના પુરુષ સાથી ફૅન્ક સેજમન જેટલી જ શક્તિ બતાવી અને ૭-૫, ૬-૨થી વિજય મેળવ્યો. એ દિવસે ત્રીજી વાર ડોરિસ હાર્ટ અણનમ વિજેતાના રૂપમાં વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પરથી ગગનભેદી હર્ષનાદો વચ્ચે વિદાય લીધી. ડોરિસ હાર્ટની માફક વિમ્બલ્ડન સ્પર્ધામાં આ અગાઉ અને એ પછી ત્રણ-ત્રણ ખિતાબ જીતનારી મહિલા ટેનિસ ખેલાડીઓ થઈ છે, પરંતુ ~_ K For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy