________________
પર
કોઇ ટીકા
વા
કરીને ડોરિસ હાર્ટ આખરે છવીસમા વર્ષે વિમ્બલ્ડન વિજેતા બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું.
ડોરિસ હાર્ટની કલામયતાની દાસ્તાન આટલેથી જ પૂરી થતી નથી. એ દિવસે તો આ ટેનિસ ખેલાડીએ એટલી બધી શક્તિ બતાવી કે આ દિવસે એના જીવનનો અને લોન ટેનિસના ઇતિહાસનો સોનેરી દિવસ બની રહ્યો.
થોડા સમય બાદ ડોરિસ હાર્ટ ફરીથી શર્લી ફ્ર સાથે મેદાન પર આવી. આ સમયે બંને
ડોરિસ હાર્ટ સામસામે નહીં, પણ સાથે રહીને ડબલ્સની મૅચ ખેલવાનાં હતાં. આ ડબલ્સની મૅચમાં એમનો મુકાબલો કુ. લોસ બોર્ગ અને શ્રીમતી માર્ગારેટ ડુ પોન્ટ સામે થવાનો હતો. લોસ બોર્ગ અને માર્ગારેટની જોડી છેક ૧૯૪૮થી સ્ત્રીઓની ડબલ્સની મેચમાં વિજેતા બનીને પોતાની આણ વર્તાવતી હતી.
બધાની ધારણા પણ હતી કે એ જ અનુભવી અને વિજેતા જોડી સતત ચોથી વાર પણ વિમ્બલ્ડનની સ્ત્રીઓની ડબલ્સમાં વિજેતા બનશે, પરંતુ ડોરિસ હાર્ટના દિલમાં તો જુદા જ અરમાન હતા. એણે એવી ઉત્સાહ અને ખમીરભરી રમત બતાવી કે એની સાથી ખેલાડી શર્લ ફ્રેમાં મુકાબલો કરવાની નવી તાકાત પેદા થઈ. બંનેએ ૬-૩થી પ્રથમ સેટમાં જીત મેળવી. પ્રેક્ષકો સ્તબ્ધ બની ગયા. બીજા સેટ દરમિયાન અગાઉની
અપંગનાં ઓજસ | જ
છે ? - 24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org