________________
છેડે દોડતા રહેવું પડે. આગળ ધસી જવું પડે અને પાછળ જઈને ખેલવું પડે. એક સમયે જે નિષ્ક્રિય પગ કાપી નાખવાનો વિચાર થતો હતો, એ જ પગ ટેનિસ કોર્ટ પર ચપળતાથી ઘૂમી રહ્યો !
જે સતત પ્રયત્નથી ડોરિસ હાર્ટે પોતાની પંગુતાને ફગાવી દીધી, એ જ સતત પ્રયત્નથી એ ટેનિસની સૌથી મોટી સ્પર્ધાના આખરી મુકાબલામાં આવી પહોંચી હતી.
અપંગનાં ઓજસ
૧૯૫૧ના જુલાઈના એક મધ્યાહ્ને જ્યારે વિમ્બલ્ડનની સિંગલ્સની આખરી સ્પર્ધા ખેલવા માટે ડોરિસ હાર્ટ બહાર આવી ત્યારે પ્રેક્ષકોએ ગગનભેદી હર્ષનાદોથી એને વધાવી લીધી. એ પછી ડોરિસ હાર્ટ અને શર્લી ફ્રે વચ્ચે જે આખરી મુકાબલો થયો અને એમાં ડોરિસ હાર્ટે જે અદ્ભુત કલાપૂર્ણ ૨મત બતાવી, એ તો આજેય યાદગાર ટેનિસ સ્પર્ધાઓમાં અમર નામના ધરાવે છે.
પ્રથમ સેટમાં શર્લી ફ્રે માત્ર ૨૦ પોઇન્ટ મેળવી શકી. ડોરિસ હાર્ટ ૬-૧થી પ્રભાવશાળી વિજય મેળવ્યો. ડોરિસ હાર્ટ પોતાની તમામ તાકાત ૩૪ નિચોવીને ખેલી રહી હતી. એક પછી એક એવા શૉટ લગાવતી હતી કે શર્લી ફ્રેને ‘બેઝ લાઇન' પર રહીને જ ખેલવું પડતું. શર્લી અત્યંત ઝડપી ખેલાડી ગણાતી પરંતુ ડોરિસ હાર્ટની ‘સર્વિસ’ અને ‘વોલી’ની શક્તિ તેમજ વેધકતાની આગળ એ નાકામયાબ નીવડી અને ડોરિસ હાર્ટ એકપણ ‘ગેઇમ’હાર્યા વિના બીજો સેટ પણ જીતી ગઈ. માત્ર ૩૫ મિનિટમાં વિમ્બલ્ડનની સ્ત્રીઓ માટેની આખરી સ્પર્ધા પૂરી થઈ ગઈ ! ખૂબ જ ઝડપથી પૂરી થયેલી અને ખૂબ જ મહત્ત્વની સ્ત્રીઓની સિંગલ્સની અંતિમ સ્પર્ધા તરીકે આને આજે પણ યાદ કરવામાં આવે છે. ટેનિસના એક સમીક્ષકે કહ્યું કે ૧૯૫૧ની આખી વિમ્બલ્ડન સ્પર્ધામાં ડોરિસ હાર્ટ જેવી આત્મવિશ્વાસભરી રમત તો કોઈએ બતાવી નથી.
ગગનભેદી હર્ષનાદોથી પ્રેક્ષકોએ એના વિજયને વધાવી લીધો. આ વિજય એ માત્ર કોઈ ટેનિસના ખિતાબનો નહોતો, પરંતુ આફતો અને વિટંબણાઓના એવરેસ્ટ પરનો વિજય હતો. કેટલીય મુશ્કેલીઓ પાર
Jain Education International
**
For Private & Personal Use Only
XX K
www.jainelibrary.org